મહત્વનું છે કે હાઈકોર્ટે આસો નવરાત્રીની આઠમની પૂજા અંગે ચૂકાદો આપ્યો હતો. જેમાં સદીયોથી ચાલતી આવતી પરંપરા તરીકે રાજવી પરિવારની પૂજા પર રોક લગાવવા નિર્ણય લેવાયો હતો. જે બાદ આ સમગ્ર ઘટનાને દાંતાના મહારાજ રિદ્ધિરાજ સિંહે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પણ પ્રહાર કર્યા. હાઈકોર્ટના જજે દાંતાના રાજવંશોના વિશેષાધિકારની હાંસી ઉડાવી હોવાનો રિદ્ધિરાજ સિંહે આરોપ લગાવ્યો છે. રિદ્ધિરાજ સિંહે આઠમની પૂજા અંગે શાંતિ પૂર્ણ રીતે નિરાકરણ આવે તેવી માગ કરી છે. સાથે જ કોર્ટના જજ અને વકીલ રાજવી પરિવાર અંગે ખોટી રીતે ટીપ્પણી કરતાં હોવાની ઘટનાને પણ વખોડી છે. સાથે જ કોર્ટ પોતાના ચૂકાદા પર ફરીવાર વિચારણા કરી લે તેવું પણ નિવેદન આપ્યું છે.