17 વર્ષ સુધી ગુમનામીની જિંદગી અને અચાનક સૌથી મોટી સોગંદ તોડીને બાંગ્લાદેશની રાજનીતિમાં એન્ટ્રી કરનારા તારીક રહેમાન કોણ છે?- વાંચો
BNP કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન તેમની પત્ની ડૉ. ઝુબૈદા રહેમાન અને પુત્રી બેરિસ્ટર ઝૈમા સાથે ઢાકા પહોંચ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, "6,314 દિવસ પછી બાંગ્લાદેશ. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ અને BNP માટે આ એક નિર્ણાયક ક્ષણ છે." તેમની આ વાપસી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા થઈ છે, આ ચૂંટણીઓ ભારતની બોર્ડર સિક્યોરિટી માટે પણ મહત્વપૂર્ણ છે. તારીક રહેમાનની વાપસી ભારત માટે ખાસ મહત્વ ધરાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત તરફી અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ છે.

બાંગ્લાદેશની રાજનીતિ ફરી એકવાર ઈતિહાસ દોહરાવતી દેખાઈ રહી છે. લગભગ 17 વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના એક્ટિંગ ચેરમેન તારીખ રહમાન ગુરુવાર 25 ડિસેમ્બરે વતન વાપસી કરી છે. તેમની આ વાપસી એ માત્ર ઢાકાની રાજનીતિને હચમચાવી દેનારી ઘટના નથી પરંતુ તેની સીધી અસર ભારતની સ્ટ્રેટેજી પર પણ પડશે. ઢાકામાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. લોકતંત્રના પેરવીકારના રૂપમાં ખુદને સ્થાપિત કરી ચુકેલા તારીક રહમાન ભારે જનસમર્થન વચ્ચે ઢાકા પહોંચ્યા. ઍરપોર્ટથી તેમના નિવાસ સ્થાન સુધી રોડ શો આયોજિત કરાયો હતો. જેમા અંદાજિત 5 લાખ લોકો અને પાર્ટી કાર્યકર્તા સામેલ થયા. પોસ્ટર્સ, રેલીઓ અને પાર્ટીના ઝંડાથી ઢાકાના તમામ રસ્તાઓને તેમના સ્વાગતમાં શણગારવામાં આવ્યા છે. આ શક્તિ પ્રદર્શન એ માત્ર જનતા માટે નહીં પરંતુ દેશની તમામ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ એક મોટો સંદેશ છે કે BNP હવે સત્તા માટે સંપૂર્ણ તૈયાર છે. પાર્ટી નેતૃત્વ માને છે કે આ વાપસી કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફુંકશે અને ચૂંટણીમાં ભાર બહુમત મેળવશે. તારીક રહમાન બોગુડા- 6 (સદર) બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026 એ સામાન્ય ચૂંટણીઓ છે ત્યારે અનેક અંદાજો સૂચવી રહ્યા છે કે આ વખતે BNP સત્તારૂઢ થશે.
બાંગ્લાદેશની રાજનીતિમાં આજે એક નવો આધ્યાય લખાવા જઈ રહ્યો છે. 17 વર્ષ બાદ લંડનમાં ગુમનામીમાં અહીં તહીં ભટક્યા બાદ બાંગ્લાદેશના ‘ક્રાઉન પ્રિન્સ’તારીક રહમાન આજે બાંગ્લાદેશ આવ્યા. આ 17 વર્ષોમાં બાંગ્લાદેશમાં પદ્મા અને મેઘનામાંથી ઘણુ પાણી વહી ગયુ અને દેશમાં ઘણુ બદલાઈ ગયુ છે. બાંગ્લાદેશની રાજનીતિ, લોકતંત્ર, ઉદારવાદ અને કટ્ટરતા વચ્ચે સંતુલન બનાવતી રહી છે.
કોણ છે તારીક રહમાન?
તારિક રહેમાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રહી ચુકેલા ખાલેદા જિયાના પુત્ર છે. તેઓ 2008 થી લંડનમાં રહે છે અને ત્યાંથી BNPનું નેતૃત્વ કરી રહ્યા છે. શેખ હસીનાના શાસન દરમિયાન તેમને અનેક કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેને BNP એ રાજકીય કિન્નાખોરી ગણાવી.વર્ષ 2008માં જ્યારે પૂર્વ પીએમ ખાલિયા જિયાના આ દીકરા અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા તારીક રહેમાન દેશ છોડી રહ્યા હતા તો એ અત્યંત ભાવુક ક્ષણ હતી.
કઈ સૌથી મોટી સોંગદ તોડીને બાંગ્લાદેશ પરત આવ્યા તારીક રહમાન?
તેઓ તત્કાલિન શેખ હસીનાની સરકારની રડાર પર હતા. તેમના પર લાંચ રિશ્વત, કરપ્શન, મની લૉન્ડ્રીંગ સહિતના ગંભીર આરોપો હતા. ત્યારે તેમણે બાંગ્લાદેશની તત્કાલિન કાર્યવાહક સરકારને લેખિત ગેરંટી અને શપથપત્ર આપ્યુ હતુ કે તેઓ દેશની રાજનીતિમાં ક્યારેય પરત નહીં ફરે. પરંતુ આજે 17 વર્ષ બાદ પદ્મા અને મેઘનામાં ઘણુ વહી ગયુ છે. આજે તારીક રહમાન પોતાની સૌથી મોટી સોગંદને તોડીને બાંગ્લાદેશ આવી ગયા છે.ત્યારે લાખોની સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ અને તેમના જનસમર્થકો તેમનું સ્વાગત કરવા ઢાકાની સડકો પર ઉમટી પડ્યા હતા.
રાજકારણમાં ક્યારેય પરત ન આવવાના શપથ પત્ર પર હસ્તાક્ષર
2007 માં, ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની અટકાયત દરમિયાન, તેઓ ગંભીર રીતે બીમાર હોવાના અને તેમને યાતનાઓ આપવાના આરોપ તત્કાલિન શેખ હસીનાની સરકાર પર લાગ્યા હતા. એ પછીના વર્ષે, તેમને જામીન આપવામાં આવ્યા હતા અને સારવાર માટે લંડન જવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યાં તેઓ ત્યારથી રહે છે. 2004 ના ઢાકા ગ્રેનેડ હુમલા કેસમાં તેમને ગેરહાજરીમાં સજા ફટકારવામાં આવી હતી. આ હુમલામાં આવામી લીગની રેલીને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા. જેમા શેખ હસીના માંડ માંડ બચ્યા હતા.
ખાલિદા ઝિયાને 2008 માં મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તારિક રહેમાનને આની કિંમત ચૂકવવી પડી હતી. તેમણે તબીબી સારવાર માટે લંડન જવા માટે સરકાર પાસે પરવાનગી માંગી હતી. તેમને પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તેમણે લેખિત સોગંદનામું રજૂ કરવું પડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશની રાજનીતિમાં પરત નહીં ફરે.
તારિક રહેમાન દ્વારા આ સોગંદનામું હવે સમયની ધૂળમાં ખોવાઈ ગયું છે. 2024 માં શેખ હસીનાની સરકારને હટાવ્યા પછી, તારિક રહેમાન સામેના તમામ આરોપો રદ કરવામાં આવ્યા હતા અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ખાલિદા ઝિયાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેઓ વેન્ટિલેટર પર છે.
2008 માં, ઢાકા ટ્રિબ્યુન અખબારે BNP ના 2001-2006 ના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ પર શ્રેણીબદ્ધ અહેવાલો પ્રકાશિત કર્યા હતા. આ અહેવાલોમાં તારિક રહેમાનને ‘Dark Prince’ કહેવામાં આવ્યા હતા.
જો કે, છેલ્લા એક વર્ષમાં, કોર્ટ દ્વારા તેમને 2004 ના ગ્રેનેડ હુમલા કેસ સહિત તમામ મોટા કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે. તારિક રહેમાનની વાપસી BNP માટે સંજીવની સાબિત થઈ શકે છે, પરંતુ તેમની સામે પડકારો પણ એટલા જ છે. શેખ હસીનાના પતન પછી તેમણે BNP ને કથિત રીતે તૂટતી તો બચાવવામાં તેમને સફળતા તો જરૂર મળી છે, પરંતુ એ જોવાનું બાકી છે કે શું તેઓ પાર્ટીને સંપૂર્ણપણે એક કરી શકશે અને હિંસા અને આંદોલનોથી તૂટી ચુકેલા દેશના યુવાઓને પોતાના તરફવાળી શકશે. હાલ તોભારત આ તમામ ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
તારીકના આવવાથી ભારતને કેટલી અસર થશે?
BNP કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન તેમની પત્ની ડૉ. ઝુબૈદા રહેમાન અને પુત્રી બેરિસ્ટર ઝૈમા સાથે ઢાકા પહોંચ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, “6,314 દિવસ પછી બાંગ્લાદેશ. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ અને BNP માટે આ એક નિર્ણાયક ક્ષણ છે.” તેમની આ વાપસી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા થઈ છે, આ ચૂંટણીઓ ભારતની બોર્ડર સિક્યોરિટી માટે પણ મહત્વપૂર્ણ છે. તારીક રહેમાનની વાપસી ભારત માટે ખાસ મહત્વ ધરાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત તરફી અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ છે.
આ બધુ એવા સમયે થઈ રહ્યુ છે જ્યારે બાંગ્લાદેશ એક ક્રોસરોડ પર છે. વચગાળાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કટ્ટરપંથી ઇસ્લામિક તત્વો ખુલ્લેઆમ સક્રિય છે અને ભારત વિરોધી ઝેર ફેલાવી રહ્યા છે. ભારતની સૌથી મોટી ચિંતા જમાત-એ-ઇસ્લામી છે, જેને પાકિસ્તાનની ISI માટે એક મોહરા સમાન માનવામાં આવે છે. શેખ હસીના સરકાર દ્વારા પ્રતિબંધિત આ પાર્ટીને ગયા વર્ષે સત્તા પરથી હાંકી કાઢ્યા પછી રાજકારણમાં ફરીથી પોતાનો પગપેસારો કર્યો છે.
તાજેતરના ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે જ્યારે તારિક રહેમાનની BNP સૌથી વધુ બેઠકો જીતવાની શક્યતા ધરાવે છે, ત્યારે તેમની એક સમયની સહયોગી જમાત હવે ઝડપથી આગળ વધી રહી છે. ઢાકા યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં જમાતની વિદ્યાર્થી પાંખે આશ્ચર્યજનક વિજય મેળવતાં ભારતની ચિંતાઓ વધુ વધી ગઈ.
તારિક રહેમાનનો ભારત પ્રત્યે ‘વિરોધી’ દૃષ્ટિકોણ
ભૂતકાળમાં, BNP શાસન દરમિયાન, ભારત-બાંગ્લાદેશ સંબંધો અનેકવાર શંકાથી ઘેરાયેલા રહ્યા હતા. સરહદ સુરક્ષા, પૂર્વોત્તરમાં આતંકવાદ અને ગેરકાયદેસર ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર મતભેદો સામે આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં, તારિક રહેમાને ભારત વિરોધી નિવેદનબાજીથી દૂર રહ્યા છે અને “સંતુલિત વિદેશ નીતિ” ની હિમાયત કરી છે. હસીના સરકારના પતન પછી, તેમણે કહ્યું, “ન દિલ્હી, ન પિંડી.. અન્ય કોઈ દેશ નહીં, પરંતુ બાંગ્લાદેશ પહેલા આવે છે.” આનો અર્થ એ છે કે તેઓ ભારત અને પાકિસ્તાન પ્રત્યે સમાન વલણ જાળવે છે. જો કે, BNP માં તેમના લાંબા સમયથી ચાલતા ભારત વિરોધી વલણને સંપૂર્ણપણે અવગણી શકાય નહીં. તિસ્તા જળ સંધિ પર તારિકનું વલણ ભારત પ્રત્યે પ્રતિકૂળ રહ્યું છે. તેઓ ભારતની વિદેશ નીતિના કટ્ટર ટીકાકાર રહ્યા છે. ભારત માટે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે સત્તામાં આવ્યા પછી તેમની પ્રાથમિકતાઓ સહયોગ હશે કે પછી તેઓ સ્થાનિક રાજકારણના દબાણ હેઠળ કટ્ટર રાષ્ટ્રવાદી તરીકે ઉભરી આવશે.
ભારત માટે વ્યૂહાત્મક અસરો
ભારત-બાંગ્લાદેશ સંબંધો કૂટનીતિ સુધી સીમિત નથી. તેઓ સુરક્ષા, વેપાર, ઊર્જા અને પ્રાદેશિક સ્થિરતા સાથે જોડાયેલા છે. ઢાકામાં સત્તા પરિવર્તન સરહદ વ્યવસ્થાપન, ઉત્તરપૂર્વીય રાજ્યોની સુરક્ષા અને લઘુમતીઓની સ્થિતિને અસર કરી શકે છે. તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓના અહેવાલોએ ભારતમાં રાજકીય અને સામાજિક ચિંતા પેદા કરી છે. આ મુદ્દાઓ પ્રત્યે નવી સરકારનો અભિગમ દ્વિપક્ષીય સંબંધોની દિશા નક્કી કરશે. ભારતીય નીતિ નિર્માતાઓ માટે, આ “થોભો અને રાહ જુઓ” નો સમય છે, જે ખુલ્લેઆમ હસ્તક્ષેપ ટાળે છે અને વાતચીતના માર્ગો ખુલ્લા રાખે છે.
