AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રવિ શાસ્ત્રી’ને ઇંગ્લેન્ડના કોચ તરીકે નિયુક્ત કરવાની માંગ ! બ્રેન્ડન મેક્કુલમના ‘બેઝબોલ’ એપ્રોચથી હેરાન છે ‘અંગ્રેજો’

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે એશિઝ હારી ગઈ છે. એવામાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે એક એવું નિવેદન આપ્યું છે કે, જેની ચર્ચા ઈંગ્લેન્ડ કરતાં ભારતમાં વધુ થઈ રહી છે.

'રવિ શાસ્ત્રી'ને ઇંગ્લેન્ડના કોચ તરીકે નિયુક્ત કરવાની માંગ ! બ્રેન્ડન મેક્કુલમના 'બેઝબોલ' એપ્રોચથી હેરાન છે 'અંગ્રેજો'
| Updated on: Dec 25, 2025 | 8:21 PM
Share

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે એશિઝ હારી ગઈ છે. પહેલી ત્રણ ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ શ્રેણી હારી ગયું છે. ઈંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો આ હાર માટે ઈંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમને દોષી ઠેરવી રહ્યા છે અને તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનરે કરી ‘માંગ’

આ દરમિયાન, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે એક એવું નિવેદન આપ્યું છે કે, જેની ચર્ચા ઈંગ્લેન્ડ કરતાં ભારતમાં વધુ થઈ રહી છે. ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે કહ્યું છે કે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડના કોચ તરીકે નિયુક્ત કરવા જોઈએ.

પાનેસર માને છે કે, ટોચના લેવલે બદલાવ હવે જરૂરી છે અને રવિ શાસ્ત્રી આ કામ માટે યોગ્ય વ્યક્તિ છે. પત્રકાર રવિશ બિષ્ટ સાથે વાત કરતા પાનેસરે કહ્યું હતું કે, ઇંગ્લેન્ડને એક એવા કોચની જરૂર છે જે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર કેવી રીતે હરાવવું તે જાણે.

પાનેસરે કહ્યું, “ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે કેવી રીતે હરાવવું? તમે ઓસ્ટ્રેલિયાની નબળાઈઓનો કેવી રીતે લાભ ઉઠાવો છો? મને લાગે છે કે, રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડના આગામી હેડ કોચ હોવા જોઈએ.”

મેક્કુલમ હવે ‘નિશાના’ પર

મેક્કુલમે કેપ્ટન બેન સ્ટોક્સ સાથે મળીને શરૂઆતમાં ઇંગ્લેન્ડને નોંધપાત્ર સફળતા અપાવી. ટેસ્ટ ક્રિકેટ આક્રમક રીતે રમવાની બેઝબોલ પદ્ધતિ શરૂઆતમાં સફળ રહી.

ઇંગ્લેન્ડે તેમની પહેલી 11 મેચમાંથી 10 મેચ જીતી હતી પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. ઇંગ્લેન્ડની ટીમ ટ્રેક પરથી ઉતરી ગઈ છે અને મેક્કુલમ હવે નિશાના પર છે.

રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી જીતી. ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર બે વાર (વર્ષ 2018/19 અને વર્ષ 2020/21 માં) હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં એશિઝ હાર બાદ પણ બ્રેન્ડન મેક્કુલમ ઇંગ્લેન્ડના કોચ રહેવા માંગે છે.

મેક્કુલમનો કરાર વર્ષ 2027 સુધી

પોતાની પહેલી 11 ટેસ્ટ મેચમાંથી 10 જીત્યા પછી ઇંગ્લેન્ડે આગામી 33 માંથી 16 મેચમાં હાર મેળવી છે. મેક્કુલમનો કરાર 2027ના ODI વર્લ્ડ કપ સુધી છે. જો કે, પાનેસરની આ ટિપ્પણીએ એક નવી ચર્ચા જગાવી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે.  અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">