AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : ડિફેન્સ પરમિટનો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું, રિટાયર્ડ આર્મીમેન WhatsApp પર ઓર્ડર લેતો હતો

નવવર્ષના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.

Bharuch : ડિફેન્સ પરમિટનો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું, રિટાયર્ડ આર્મીમેન WhatsApp પર ઓર્ડર લેતો હતો
| Updated on: Dec 25, 2025 | 5:12 PM
Share

નવવર્ષના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરાયેલ આરોપી નિવૃત્ત આર્મીમેન છે જે ડિફેન્સ પરમીટનો દારૂ વેચતો હતો.આરોપી પાસેથી રૂ. 3.59 લાખની કિંમતની 84 બોટલ દારૂ મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે પર આવેલા અક્ષર આઇકોનના F બ્લોકમાં રહેતા એક રિટાયર્ડ આર્મીમેન જયકિષ્ના શ્યામરાજ તિવારી દ્વારા ડિફેન્સ કોટા હેઠળ મળતી પરમીટના આધારે દારૂ સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ અંક્લેશ્વર જુના નેશનલ હાઇવે પર આવેલ અક્ષર આઇકોનના F બ્લોકમા બીજા માળે આવેલ રૂમ નંબર ૨૦૩ માં રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન પ્રતીબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 84 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 3.59 લાખ થાય છે. આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી વોટ્સએપ મારફતે ઓર્ડર મેળવી અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રાહકોને બોલાવી દારૂની ડિલિવરી આપતો હતો. રેઇડ સમયે આરોપી ઘરમાં હાજર ન હતો, પરંતુ નોકરી પરથી પરત ફરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી એરફોર્સમાંથી નિવૃત્ત થયા બાદ હાલ ગાંધાર ખાતે IOCLમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી. વાળા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પો.સ.ઇ.આર.કે.ટોરાણી સાથે એ.એસ.આઇ. અશ્વિનભાઇ તથા અ.હે.કો. પરેશભાઇ, અ.હે.કો. મનહરસિંહ, અ.હે.કો. દિપકભાઇ, અ.હે.કો. નીતાબેન તથા અ.પો.કો. તુષારભાઇ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલીકરણ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવવર્ષના તહેવાર અગાઉ દારૂના વેચાણ સહીત અસામાજિક પ્રવૃયુતિઓને અટકાવવા પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે. આ અભિયાન અંતર્ગત અંક્લેશ્વરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતની એ પ્રથમ લેડી ડોન જેમણે ખુદ ક્યારેય હથિયાર ન ઉઠાવ્યા પરંતુ દુશ્મનોને વીણી-વીણીને સાફ કરી નાખ્યા… વાંચો

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">