AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips & Tricks: ખાતામાં પૈસા નથી ? ‘ઝીરો બેલેન્સ’ હોવા છતાં પણ સરળતાથી કરો ‘UPI’ પેમેન્ટ, આ સ્માર્ટ ટ્રિક વિશે તમને ખબર છે કે નહીં?

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં મોટાભાગના લોકો Google Pay, Paytm, PhonePe અને BHIM જેવી UPI પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. એવામાં ઘણીવાર બેંક બેલેન્સ ઝીરો હોવાથી પેમેન્ટ ડિક્લાઇન થઈ જાય છે અને આપણે શરમ અનુભવીએ છીએ. જો કે, આ બધા વચ્ચે તમે UPI પેમેન્ટની એક ટ્રિક અજમાવી શકો છો અને બેંક બૅલેન્સ ઝીરો હોવા છતાં પણ પેમેન્ટ કરી શકો છો.

| Updated on: Dec 25, 2025 | 6:38 PM
Share
ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં રોકડનો ઉપયોગ ઘટી રહ્યો છે. લોકો હવે પેમેન્ટ માટે વોલેટ નહીં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. Google Pay, Paytm, PhonePe અને BHIM જેવી UPI પેમેન્ટ એપ દ્વારા કોઈપણ સામાન કે સર્વિસનું પેમેન્ટ સરળતાથી કરી શકાય છે. જો કે, કેટલીક વાર બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવા અથવા ઝીરો બેલેન્સ હોવાને કારણે આપણું પેમેન્ટ ડિક્લાઇન થઈ જાય છે.

1 / 8
ડિક્લાઇન પેમેન્ટને કારણે ઘણી વાર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એવામાં જો તમને UPI પેમેન્ટની એક ટ્રિક વિશે ખબર પડી, જાય તો તમે ટેન્શન-ફ્રી થઈને શોપિંગ કરી શકો છો. આ ટ્રિકમાં ખાસ વાત એ છે કે, તમારું  બેંક બેલેન્સ ઝીરો હશે, તો પણ તમે  સરળતાથી UPI પેમેન્ટ કરી શકશો.

2 / 8
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) બધા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ્સને મેનેજ કરે છે. NPCI તેના યુઝર્સને ક્રેડિટ લાઇન લિંક કરવાની સર્વિસ પ્રદાન કરે છે, જેને 'UPI પર ક્રેડિટ લાઇન' કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ડિજિટલ ક્રેડિટ કાર્ડ છે, જે Pre-Approved Loan ની જેમ કામ કરે છે. જણાવી દઈએ કે, આની જાહેરાત એપ્રિલ 2023 માં કરવામાં આવી હતી.

3 / 8
‘ક્રેડિટ લાઇન ઓન UPI’માં ક્રેડિટ કાર્ડની જેમ, કસ્ટમરને ખર્ચ કરવા માટે એક નક્કી લિમિટ આપવામાં આવે છે. આમ જોવા જઈએ તો, આ બેંકોની ઓવરડ્રાફ્ટ સુવિધાની જેમ કામ કરે છે. આ સર્વિસ માટે તમારે તે બેંકમાં અરજી કરવી પડે છે, જ્યાં તમારું પ્રાઇમરી એકાઉન્ટ છે. ધ્યાન રાખો કે, આ પ્રાઇમરી એકાઉન્ટ તમારા UPI ID સાથે જોડાયેલું હોવું જોઈએ. બેંક તરફથી એપ્રુવલ મળ્યા પછી તમારા એકાઉન્ટમાં પૈસા હોય કે ન હોય, તમે નક્કી કરાયેલ લિમિટ સુધી UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો.

4 / 8
ક્રેડિટ લાઇન સર્વિસ ઈમર્જન્સીમાં ખૂબ કામ આવે છે. આથી ગ્રાહકોને અલગ અલગ કાર્ડ સાથે લઈને ફરવાની જરૂર નથી રહેતી. ટૂંકમાં, માત્ર મોબાઇલથી જ UPI મારફતે પેમેન્ટ કરી શકાય છે. આનાથી સમયની બચત થશે, કારણ કે ક્રેડિટ કાર્ડ બનવામાં થોડો સમય લાગે છે, જ્યારે ક્રેડિટ લાઇનની મંજૂરી મળ્યા પછી તે તરત જ મળી જાય છે. આ સાથે જ 'પોઇન્ટ ઑફ પરચેઝ ક્રેડિટ એક્સપિરિયન્સ' પણ સરળ અને સ્મૂથ બની જશે.

5 / 8
નોંધનીય છે કે, બેંક તમારા ખર્ચના આધારે વ્યાજ વસૂલ કરે છે. તમારી પાસે વ્યાજ સહિત રકમ ચૂકવવા માટે 45 દિવસ જેટલો સમય હોય છે. આ બિલકુલ એવું જ છે, જેમ તમને ક્રેડિટ કાર્ડ બિલ મળે છે અને તે માટે પેમેન્ટ કરવાની એક નિશ્ચિત તારીખ મળે છે. બેંક 45 દિવસ માટે કોઈ વ્યાજ વસૂલતી નથી. જો તમે 45 દિવસની અંદર પેમેન્ટ ન કરો, તો બેંક વ્યાજ વસૂલ કરે છે.

6 / 8
‘ક્રેડિટ લાઇન ઓન UPI’ સર્વિસ હાલમાં કેટલીક પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટર બેંકો સાથે લાઈવ છે. સરળ રીતે કહીએ તો, ICICI, HDFC, કેનેરા અને એક્સિસ બેંક આ સર્વિસ આપે છે. યુનિયન બેંક ઑફ ઈન્ડિયા તેના પસંદગીના કેટલાક ગ્રાહકોને આ સુવિધા આપે છે. આ ઉપરાંત BHIM, Paytm, PayZapp અને GPay માં પણ તમને આ સર્વિસ મળી શકે છે.

7 / 8
દેશમાં વર્ષ 2016 માં UPI લોન્ચ થયું હતું. આની સાથે જ ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક નવી ક્રાંતિ આવી હતી. UPI સિસ્ટમ રિયલ ટાઇમ ફંડ ટ્રાન્સફર કરે છે. એક જ એપ્લિકેશનમાં ઘણા બેંક એકાઉન્ટ લિંક કરી શકાય છે. UPI ને IMPSના મોડલ પર વિકસાવવામાં આવ્યું છે એટલે જ UPI એપ દ્વારા તમે 24x7 બેંકિંગ કરી શકો છો. UPI થી ઑનલાઇન શોપિંગ કરવા માટે OTP, CVV કોડ, કાર્ડ નંબર અથવા એક્સપાયરી ડેટની જરૂર પડતી નથી. UPI દ્વારા માત્ર પૈસા જ નહીં પરંતુ યુટિલિટી બિલ પેમેન્ટ, ઑનલાઇન શોપિંગ અને ખરીદી પણ સરળતાથી કરી શકાય છે.

8 / 8

ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">