ખનિજ માફિયાઓ અધિકારીઓની કરે છે રેકી, પંચમહાલમાં સામે આવ્યું જાસુસી કાંડ
ગુજરાતમાં ખાણ ખનિજ માફિયા બેલગામ થયા છે. ક્યાક અધિકારીઓ ઉપર હુમલો કરવાના સમાચાર આવે છે તો ક્યાક અધિકારીઓની જાસુસી. આવો જ એક કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો છે. પંચમહાલમાં ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસુસી કરે છે.
ગુજરાતમાં ખાણ ખનિજ માફિયા બેલગામ થયા છે. ક્યાક અધિકારીઓ ઉપર હુમલો કરવાના સમાચાર આવે છે તો ક્યાક અધિકારીઓની જાસુસી. આવો જ એક કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો છે. પંચમહાલમાં ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસુસી કરે છે. સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા હોય તેવા ઓડિયો મેસેજ સામે આવ્યા છે. સરકારી અધિકારીઓની ગાડી, ઓફિસથી બહાર નિકળે ત્યારથી જ તેમની જાસૂસી ચાલુ થઈ જતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલના અલગ અલગ લોકેશન અંગેની માહિતી ખનિજ માફીયાઓ દ્વારા બનાવેલ whatsapp ગ્રુપમાં ઓડિયો શેર કરીને રેકીનારા ઇસમો મૂકતા હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લાના અલગ અલગ અધિકારીઓની સરકારી વાહનોની રેકી કરીને, જે તે સમયે, અધિકારીઓના લોકેશન ક્યા છે તે અંગેની માહિતીઓ વ્હોટસએપ ગ્રુપમાં મુકવામાં આવે છે. અધિકારીઓની રેકી સ્વરૂપે કરાયેલ જાસુસીની તમામ ઓડિયો ક્લિપ અને વોટ્સએપ ગ્રુપ પણ તંત્રની સામે આવ્યા છે. અધિકારીઓના લોકેશન જાહેર થઈ જતા, ખનીજ ચોર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સચેત થઈ જતા હોવાથી સરકારી કામગીરીને માઠી અસર પહોંચે છે. ઘણીવાર અધિકારીઓ સ્થળ પર ચકાસણી અર્થે જાય ત્યારે તેમને ત્યાં કશુ પણ ગેરકાયદે જોવા મળતુ નથી તેનુ કારણ પણ આ રેકી સ્વરૂપે કરાતી જાસુસી હોવાનું કહેવાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
