સૈનિકો ઈન્સ્ટાગ્રામ જોઈ શકશે, પોસ્ટ નહીં કરી શકે, ભારતીય સેનાએ બદલી સોશિયલ મીડિયા અંગેની નીતિ
ભારતીય સેનાએ, તેની સોશિયલ મીડિયા પોલીસીમાં ફેરફાર કર્યો છે. હવે ભારતીય સૈનિકો ફરજ દરમિયાન ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ સિમિત માત્રામાં કરી શકશે. એટલે કે, ભારતીય સૈનિકો ઈન્સ્ટાગ્રામ જોઈ શકશે ખરા, પરંતુ તેના પર કોઈ પોસ્ટ કે ટિપ્પણી અથવા લાઈક નહીં કરી શકે.

ભારતીય સેનાના સૈનિકો માટે પહેલા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની જ મનાઈ હતી. પરંતુ સમય જતા સેનાએ તેમાં કેટલીક શરતી છુટછાટ આપી હતી. હવે ભારતીય સેનાએ તેની કડક સોશિયલ મીડિયા નીતિમાં કેટલોક સુધારો કર્યો છે. ભારતીય સેનાએ, સોશિયલ મીડિયા નીતિમાં સુધારો કરીને, સૈનિકોને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સેનાએ સૈનિકોને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર જોવા માટે કરવાની મંજૂરી આપી છે. તેના પર કોઈ વીડિયો અપલોડ, ટિપ્પણી કે લાઈક વગેરે નહીં કરી શકે
ભારતીય સેનાએ, સૈનિકોને Inઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાની એ શરતે મંજૂરી આપી છે, આ મંજૂરીમાં કેટલાક કડક પ્રતિબંધો પણ લાદેલા છે. સૈનિકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ ફક્ત તે જોવા માટે. સૈનિકોઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર કંઈ પણ પોસ્ટ કરી શકશે નહીં, સૈનિકો કોઈની પોસ્ટને લાઇક પણ નહીં કરી શકે અથવા કોઈ પોસ્ટ ઉપર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહી. સૈનિકો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર સંદેશા પોસ્ટ કરવા, લાઇક કરવા, ટિપ્પણી કરવા અથવા શેર કરવા પર પ્રતિબંધ યથાવત છે.
ભારતીય સેનાએ સુધારેલી સોશિયલ મીડિયા પોલીસી અંગે, મીડિયા અહેવાલમાં સેનાને ટાંકિને જણાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામને પ્રતિબંધિત ઉપયોગ સાથે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સની સૂચિમાં ઔપચારિક રીતે ઉમેરવામાં આવ્યું છે. આ યાદીમાં YouTube અને Twitter પહેલાથી જ સામેલ છે. આ યાદીમાંની એપ્લિકેશનોનો ઉપયોગ ફક્ત દેખરેખ અને માહિતી એકત્રિત કરવા માટે જ થઈ શકે છે.
આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા સૈનિકો પોસ્ટ કરી શકતા નથી અથવા તેના પર થતી કોઈ પણ સ્વરૂપની ચર્ચામાં ભાગ લઈ શકતા નથી. સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સલામત અને યોગ્ય ઉપયોગ માટે વ્યક્તિ સંપૂર્ણપણે જવાબદાર છે. આ નીતિના ઉલ્લંઘનથી સૈનિક સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
સેનાએ સૈનિકોને ક્લાઉડ-આધારિત સ્ટોરેજ સેવાઓનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવાની પણ સલાહ આપી છે. અપડેટ કરેલા માર્ગદર્શિકામાં VPN, ટોરેન્ટ પ્લેટફોર્મ, ક્રેક્ડ અથવા પાઇરેટેડ સોફ્ટવેર, અનામી વેબ પ્રોક્સી અને ચકાસાયેલ વેબસાઇટ્સના ઉપયોગ અંગેના સૂચનો સામેલ કરેલ છે.
આ પણ વાંચોઃ ભારતે પરમાણુ શસ્ત્ર વહન કરનારી બેલિસ્ટિક મિસાઇલ સબમરીનમાંથી છોડીને કર્યું શક્તિ પ્રદર્શન