એપસ્ટીન ફાઈલ્સનું નામ પડતા જ ટ્રમ્પના છક્કા કેમ છૂટી જાય છે? 19 ડિસે. જાહેર થનારી આ ફાઈલમાં ભારતના ક્યાં મોટા નેતાનું નામ ખૂલ્યુ છે?- વાંચો
એપસ્ટીન ફાઈલ્સ પરથી 19 ડિસેમ્બરે પરદો ઉંચકાવા જઈ રહ્યો છે. જેના પર મીડિયા નજરો ટકાવીને બેઠુ છે. અનેક રાજકીય દિગ્ગજો આ ફાઈલ ખૂલવાના વિચાર માત્રથી ફફડવા લાગે છે. કારણ કે જેવા પત્તા ખૂલશે તેવો રાજનીતિમાં હાહાકાર મચી જવાનો છે. આ ચર્ચા એક એવી વ્યક્તિની ફાઈલ્સની છે જેનુ સમગ્ર જીવન વિવાદોથી ભરેલુ છે. એલન મસ્કે પણ ટ્રમ્પ પર બિગ બિલિયન બિલના બદલામાં આ ફાઈલ રૂપી બોંબ ફોડવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારે આવો જાણીએ કે આખરે એપસ્ટીન બોંબ શુ છે? એવુ તો શું છે એપસ્ટીન ફાઈલ્સમાં કે તેનુ નામ પડતા જ ટ્રમ્પ સહિત અનેક રાજનેતાઓ અને બિઝનેસમેનોના છક્કા છુટી જાય છે. આજે એ પણ જાણશુ કે એપસ્ટીન ફાઈલ્સનું ઈન્ડિયા કનેક્શન શું છે?

અમેરિકાની અંદર 19 ડિસેમ્બરે એક મોટા રહસ્ય પરથી પરદો ઉંચકાવા જઈ રહ્યો છે. એક એવુ રહસ્ય જેને અનેક વર્ષોથી દબાવીને રાખવામાં આવ્યુ છે. વર્ષ 2008થી જે ફાઈલોને દબાવવામાં આવી રહી છે, તે ફાઈલમાં અનેક પન્ના ઉમેરાતા ગયા અને વર્ષ 2019માં જ્યારે આ ફાઈલ ખુલવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી પરંતુ FBIએ તે થવા ન દીધુ. આ ફાઈલ્સની અંદર અમેરિકાના અનેક વગદાર વ્યક્તિઓ, બિઝનેસ ટાયકુન્સ, રાજનેતાઓ, ત્યાં સુધી કે અમેરિકાના પ્રેસિડેન્ટ્ સહિત,અનેક પ્રભાવશાળી વ્યક્તિઓના નામ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ફાઈલ્સમાં કેટલુ મેનેજ કરાય છે અને કેટલુ સાર્વજનિક રીતે જનતાની સામે આવે છે તેના પર સહુ કોઈની નજરો છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
