Amreli : બિપોરજોયના સંકટને લઇ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્શનમાં, પોરબંદરથી જાફરાબાદ દરિયામાં હવાઇ નિરીક્ષણ

|

Jun 10, 2023 | 3:47 PM

અમરેલી જિલ્લામાં બિપોરજોયના સંકટને લઇ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ સહરું કરાયું છે. દરિયામાં માછીમારો માછીમારી ન કરે તે માટે વિમાન મારફતે ખાનગી રાહે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Amreli : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાને સંકટને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઇ સીમા પર કોસ્ટગાર્ડની ટીમે હવાઇ નિરીક્ષણ શરૂ કર્યું છે. દરિયામાં માછીમારો માછીમારી કરવા ન જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમ ખાનગી રાહે પેટ્રોલિંગ કરી રહી છે. એટલું જ નહીં જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર પણ કોસ્ટગાર્ડની ટીમ હવાઇ નિરીક્ષણ કરી રહી છે.

આ પણ વાંચો : PM Modi એ નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા : અમિત શાહ ,જુઓ Video

બિપોરજોય વાવાઝોડાને લઈ અમરેલીના શિયાળ બેટ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર સતત દરિયાની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. વહીવટી તંત્રના કાફલાએ પીપાવાવ બંદર પર જેટી વિસ્તારની મુલાકાત લીધી. પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળા, રાજુલા-જાફરાબાદના મામલતદારો, ટીડીઓ અને પોલીસ અધિકારીની ટીમે દરિયાકાંઠાના વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.\

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Next Video