AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GTA 6 Breaking News: ગેમર્સની લાંબી ઘડીની રાહ થઇ પૂરી! 10 વર્ષ પછી આવશે GTA 6, રિલીઝ ડેટ, પ્રાઈસ અને કેરેક્ટર્સ સામે આવ્યા

વિશ્વભરના ગેમર્સ લાંબા સમયથી રાહ જોઈ રહેલી GTA 6 ગેમ હવે 2026માં લોન્ચ થવાની છે. નવી સ્ટોરી, વિશાળ મૅપ અને બે મુખ્ય કેરેક્ટર સાથે Rockstar Games આ ગેમને અત્યાર સુધીની સૌથી મોટી ઓપન-વર્લ્ડ ગેમ બનાવી શકે છે.

GTA 6 Breaking News: ગેમર્સની લાંબી ઘડીની રાહ થઇ પૂરી! 10 વર્ષ પછી આવશે GTA 6, રિલીઝ ડેટ, પ્રાઈસ અને કેરેક્ટર્સ સામે આવ્યા
Breaking News GTA 6 Release Date Price in India Map Characters and Pre Order Details Image Credit source: Social Media
| Updated on: Mar 16, 2026 | 9:53 AM
Share

વિશ્વની સૌથી લોકપ્રિય ગેમિંગ સિરીઝમાંની એક Grand Theft Auto VI એટલે કે GTA 6 ગેમને લઈને ગેમિંગ કમ્યુનિટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગેમના લોન્ચ પહેલા જ તેના મેપ, કિંમત, મુખ્ય કેરેક્ટર્સ અને રિલીઝ ડેટ અંગે ઘણી માહિતી સામે આવી છે. ગેમ ડેવલપર Rockstar Games એ ઘોષણા કરી છે કે GTA 6 નું વૈશ્વિક લોન્ચ 19 નવેમ્બર 2026ના રોજ થશે. રિપોર્ટ્સ મુજબ, લોન્ચ દિવસ પર ભારે સંખ્યા માં ગેમર્સ લૉગિન કરશે, જેના કારણે સર્વરો પર ટેકનિકલ દબાણની શક્યતા છે.

19 નવેમ્બર 2026- GTA 6 નું વૈશ્વિક લોન્ચ

Rockstar Games અનુસાર, આ ગેમનો પ્રારંભિક લોન્ચ PlayStation 5 અને Xbox Series X|S માટે થશે. જ્યારે PC વરજન માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે PC વર્ઝન કન્સોલ વર્ઝન પછી લગભગ એક વર્ષમાં રિલીઝ થઈ શકે છે. GTA સિરીઝની લોકપ્રિયતા ધ્યાનમાં રાખીને, લોન્ચ સમયે ખૂબ જ વ્યસ્ત ટ્રાફિકની શક્યતા છે.

Breaking News GTA 6 Release Date Price in India Map Characters and Pre Order Details

PlayStation 5 Xbox Series X|S

ભારતની શક્ય કિંમત

માહિતી પ્રમાણે GTA 6 બે એડિશન્સમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે-સ્ટાન્ડર્ડ અને ડીલક્સ એડિશન. ભારતમાં સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત અંદાજે ₹7,499 હોઈ શકે છે, જ્યારે ડીલક્સ એડિશન ₹8,999 સુધી પહોંચી શકે છે. ડીલક્સ એડિશન ખરીદનારા ખેલાડીઓ માટે કેટલીક વધારાની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમ કે ગેમનો પ્રિ-એક્સેસ.

પ્રી-ઓર્ડર ક્યારે શરૂ થશે?

હાલ Rockstar Games તરફથી પ્રી-ઓર્ડરની સત્તાવાર તારીખ જાહેર નથી થઈ, પરંતુ કેટલાક રિપોર્ટ્સ મુજબ, પ્રી-ઓર્ડર મે 2026થી શરૂ થઈ શકે છે. પ્રી-ઓર્ડર શરૂ થતા જ ગેમિંગ કમ્યુનિટી ડિજિટલ સ્ટોર્સ મારફતે ગેમને પહેલા બુક કરી શકશે. GTA 6ની લોકપ્રિયતા ધ્યાનમાં રાખીને, પ્રી-ઓર્ડર શરૂ થતા જ મોટી સંખ્યા માં ખરીદાર થવાની શક્યતા છે. Breaking News GTA 6 Release Date Price in India Map Characters and Pre Order Details

Vice City મેપ અને નવા કેરેક્ટર્સ

GTA 6માં ખેલાડીઓને ફરીથી Vice Cityનું પ્રખ્યાત મેપ જોવા મળશે, જે પહેલા પણ GTA સીરિઝમાં ખૂબ લોકપ્રિય રહ્યું છે. આ વારના ગેમિંગ અનુભવને નવા અંદાજમાં રજૂ કરાશે. ગેમમાં મુખ્ય પાત્રો Jason અને Lucia હશે, જ્યારે અન્ય મહત્વના પાત્રોમાં Cale Hampton, Booby Ike, અને Raul Batista શામેલ છે. આ તમામ પાત્રો ગેમની ક્રાઇમ, ગેંગ અને ડ્રગ સિન્ડિકેટથી ભરેલી દુનિયાને આગળ વધારશે.

આ રીતે, GTA 6 ગેમ લૉન્ચ પહેલાં જ ગેમિંગ જગતમાં એક મોટી તુલના, ચર્ચા અને ઉત્સાહ ઉભો કરી રહી છે. નવા મેપ, મુખ્ય પાત્રો અને ગેમપ્લેના અદ્યતન ફીચર્સ સાથે, આ ગેમ ગેમર્સ માટે વર્ષની સૌથી મોટો ઈવેંટ બનશે.

LPG History: શું તમને ખબર છે? ભારતમાં પ્રથમ વખત LPG ગેસ ક્યારે આવ્યો? 

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">