ગિરનારમાં અધર્મનો ખેલ ! મા અંબાના મંદિરમાં દારૂ-માંસની પાર્ટી અને લાખોની ઉચાપત, પૂજારીઓ સહિત 11 સામે ‘ફરિયાદ’ – જુઓ Video
શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા પવિત્ર ગિરનાર શિખર પરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જે સાંભળીને કોઈપણ શ્રદ્ધાળુઓનું લોહી ઉકળી જશે. મા અંબાના ધામમાં જ્યાં લાખો ભક્તો શીશ નમાવવા આવે છે, ત્યાં જ કેટલાક અધર્મીઓએ પવિત્રતાના લીરેલીરા ઉડાડ્યા છે.
જૂનાગઢના ગિરનાર પર આવેલા અંબાજી મંદિરમાં ગેરરીતિ અને પવિત્રતા ભંગના ગંભીર આરોપોસર કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાનો કલેક્ટરે આદેશ આપ્યો છે. આ મામલે અલગ-અલગ બે ફરિયાદો દાખલ કરવામાં આવશે.
પ્રથમ ફરિયાદ મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજની પાર્ટી કરવા બદલ બે સગીર સહિત 6 શખ્સ (અભિષેક ચૌહાણ, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને જીગ્નેશ ડાભી) સામે નોંધાશે. તપાસમાં બહાર આવ્યું છે કે, ગત 22 ઓક્ટોબરે આ શખ્સોએ સીડી મારફતે દારૂ અને નોનવેજ લાવી ચાર દિવસ સુધી રોકાણ કરીને પાર્ટી કરી હતી.
બીજી ફરિયાદ નાણાકીય વહીવટમાં ગેરરીતિ અને ઉચાપત બદલ પાંચ પૂજારીઓ (યોગેશગીરી, દુષ્યંતગીરી, કુંદનગીરી, દેવગીરી અને ભરતનાથ) સામે નોંધવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં વહીવટદાર અને સીટી મામલતદારને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને જો તપાસમાં તેમની બેદરકારી જણાશે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Breaking News : જૂનાગઢ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદનો ઓડિયો આવ્યો સામે, જુઓ વીડિયો
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
