AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી: રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ કુંકાવાવથી જળસંચયની કામગીરીનો કરાવ્યો પ્રારંભ- Video

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે ઈતિહાસ રચાયો. રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે 42 ગામડા માટે જળસંચય મહાઅભિયાનની શરૂાત કરવામાં આવી. કુંકાવાવ તાલુકાથી પ્રારંભ થયેલી આ કામગીરી દરમિયાન એકસાથે 42 હિટાચી મશીન સાથે ગામડે ગામડે પ્રારંભ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2026 | 5:10 PM
Share

અમરેલી વિધાનસભામાં આવેલા કુંકાવાવ તાલુકાનું જંગર ગામ હવે સૂર્ય ઊર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યુ છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો સહયોગ સાંપડ્યો છે. હવે આ ગામના લોકોને વીજ બીલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. આ કામગીરી જોવા સમજવા માટે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર વીજળી નહીં પરંતુ કુંકાવાવ તાલુકાનો પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટે એકસાથે 42 ગામોમાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા કરવા માટે કૂલ 42 હિટાચી મશીનો ગામદીઠ ફાળવવામાં આવ્યા છે. આગામી બે મહિના સુધી આ મશીનો રાતદિવસ કામ કરશે, જેથી ચોમાસામાં જળસ્તર ઉંચા આવે ખેડૂતોને સિંચાઈનો લાભ મળે.

આ તકે રાજનીતિ પણ ભરપૂર જોવા મળી. મંત્રી કૌશિક વેકરિયાએ જનસભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીન પર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની આ દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ કૌશીક વેકરીયા કહ્યું આ તો પિક્ચર છે ટ્રેલર હજુ બાકી છે. આ પ્રકારના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. ઉપરાંત જળસંચયની કામગીરી માટે કુંકાવાવ રાજ્યનો પ્રથમ તાલુકો બન્યો છે, જયાં એકીસાથે 45 તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">