બોલિવૂડની ગંદકી ખુલ્લી પડી ! ગંદી ફિલ્મોથી લઈને ભદ્દા ગીતો સુધી… શું આ ફિલ્મ ઇંડસ્ટ્રી પાસે હવે અશ્લીલતા સિવાય કંઈ જ નથી બચ્યું?
શું બોલિવૂડ હવે માત્ર અશ્લીલતાના સહારે જ ટકી રહ્યું છે? 'KD: The Devil' ફિલ્મનું નવું ગીત 'સરકે ચુનર તેરી' અત્યારે વિવાદોના વંટોળમાં છે. સંજય દત્ત અને નોરા ફતેહી પર બનેલા આ ગીતના ભદ્દા શબ્દોએ ઇન્ટરનેટ પર આક્રોશ ફેલાવ્યો છે.

એક સમય હતો જ્યારે બોલિવૂડ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ લાગતો હતો, કારણ કે હીરો-હિરોઈનના સીન્સ લોકોને ચોંકાવી દેતા હતા, જે પરિવાર સાથે જોઈ શકાતા નહોતા. જો કે, હવે ફિલ્મોના ગીતો પણ લોકોમાં ચર્ચા જગાવી રહ્યા છે, જેના શબ્દો સાંભળ્યા પછી લોકોના કાન ઊભા થઈ જાય છે.
હવે નોરા ફતેહી અને સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ જ લઈ લો, જેના શબ્દો સાંભળીને દરેક સ્ટેજની ઓડિયન્સ હેરાન થઈ ગઈ છે. હાલ તો, આ ગીતના શબ્દો પર વિવાદ ઊભો થયો છે. બીજું કે, સંજય દત્ત અને નોરા ફતેહી લોકોના નિશાને છે તેમજ સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે.
Sarke sarke’s lyrical song is “CHEAP” and “VULGAR”
• Lyrics like “ Lift me up, put it inside, don’t let even a single drop come out, empty it inside” are among the most vulgar ever heard in an Indian song.
• What kind of message does this send to young audiences ?
• Soon… pic.twitter.com/G1BFKmYUjS
— MR. X (@Krish_RC_) March 16, 2026
ખાસ વાત એ છે કે, જ્યારથી ફિલ્મ ‘KD: The Devil’ નું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થયું છે, ત્યારથી લોકો તેના શબ્દો વિશે વાત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ ગીતના શબ્દો માત્ર અશ્લીલતા ફેલાવવાનું કામ નથી કરતા પરંતુ અત્યંત બિભત્સ છે, જેને પરિવાર સાથે સાંભળી પણ શકાતા નથી. આ જ કારણે લોકો સંજય દત્ત અને નોરા ફતેહીને ટ્રોલ કરી રહ્યા છે.
ફેન્સમાં ‘આક્રોશ’
એક ફેને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “સંજૂ બાબાને કઈ વાતની કમી છે કે, તેઓ આવા ગીતોનો હિસ્સો બની રહ્યા છે. તેમણે આવા ગીત માટે હા પાડતા પહેલા કંઈક તો વિચારવું જોઈતું હતું…” સંજૂ બાબાની સાથે નોરા ફતેહીના ફેન્સ પણ આ ગીતને કારણે ઉદાસ છે. નોરા ફતેહીના એક ફેને લખ્યું છે કે, “નોરાના ગીતો ભલે ગમે તેટલા હોટ હોય પણ તે બિભત્સ નહોતા. આ ગીત બાળકો પર ખરાબ અસર પાડશે.”
