ભર ઉનાળે આવતીકાલથી વાતાવરણમાં આવશે પલટો. 18 માર્ચથી 20 માર્ચ સુધી માવઠાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં અપાયું છે એલર્ટ. માવઠાની સંભાવનાને કારણે ખેડૂતોમાં ચિંતા. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ 18 માર્ચેથી કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ..દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં પણ પડી શકે છે વરસાદ. 19 માર્ચે રાજ્યના 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી.