AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં આરોગ્ય માટે અમૃત છે ભીંડા, પરંતુ આ 5 ચીઝ સાથે ખાશો તો આરોગ્ય પર દેખાઈ શકે છે આડઅસરો, જાણો ડૉક્ટરે શું કહ્યુ વિરોધી આહાર વિશે

ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભીંડા ઉનાળાની ઋતુમાં મળતું શાક છે, જેને લોકો સામાન્ય રીતે શાક, ભુજિયા, અથાણું અને રાયતા તરીકે પણ ખાય છે. ભીંડામાં રહેલા પોષક તત્ત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, વિટામિન C, વિટામિન K, ફોલેટ અને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરતી માત્રામાં હોય છે. ભીંડાના સેવનથી સ્વાસ્થયને લાભ થાય છે તો તેના કેટલાક ગેરલાભ પણ છે. આ બાબતે જાણો.

ગરમીમાં આરોગ્ય માટે અમૃત છે ભીંડા, પરંતુ આ 5 ચીઝ સાથે ખાશો તો આરોગ્ય પર દેખાઈ શકે છે આડઅસરો, જાણો ડૉક્ટરે શું કહ્યુ વિરોધી આહાર વિશે
Credit by chatgptImage Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2026 | 4:21 PM
Share

ભીંડાનું નિયમિત સેવન કબજિયાત દૂર કરવામાં મદદરૂપ બને છે અને બ્લડ શુગર લેવલને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે, જેના કારણે હૃદયરોગના હુમલાથી બચાવે છે. યુનાની દવાઓના નિષ્ણાત ડૉ. સલીમ જૈદીએ જણાવ્યું કે ભીંડા સાથે કેટલાક ખોરાકનું સેવન કરવાથી પેટ ફૂલવું, ભારેપણું અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તો બીજી તરફ તેના કેટલાક ફાયદાઓ પણ છે. તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. ત્વચા અને વાળ માટે પણ ભીંડા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આયુર્વેદમાં ખોરાકના યોગ્ય સંયોજનને ખૂબ મહત્વ આપવામાં આવે છે

આયુર્વેદ અનુસાર, ખાસ કરીને વાત અને કફ દોષ ધરાવતા લોકો માટે ભીંડા ખાવાના નિયમો અલગ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક ફૂડ કોમ્બિનેશન એવા હોય છે, જેને સાથે ખાવાથી શરીરનું સંતુલન બગડી શકે છે. આવા ખોરાકને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભીંડા સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી પાચનથી લઈને ત્વચા સુધીની અનેક સમસ્યાઓ થઈ શકે છે. યુનાની દવાઓના નિષ્ણાત ડૉ. સલીમ જૈદીએ પણ જણાવ્યું છે કે, ભીંડા સાથે કેટલાક ખોરાક લેતાં પેટ ફૂલવું, ભારેપણું અને પાચન સંબંધિત તકલીફો થઈ શકે છે. કેટલાક ખોરાક ભીંડા સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. ચાલો જાણીએ કે ભીંડા સાથે કયા ખોરાક ટાળવા જોઈએ.

ભીંડા સાથે દૂધ કેમ ન પીવું જોઈએ?

ભીંડા અને દૂધનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભીંડામાં ઓક્સાલેટ્સ (Oxalates) હોય છે, જે દૂધમાં રહેલા કેલ્શિયમ સાથે મળીને કેલ્શિયમ ઓક્સાલેટ બનાવી શકે છે. આ તત્વ શરીરમાં સરળતાથી શોષાતું નથી અને ક્યારેક કિડની સ્ટોન (પથરી)નું કારણ બની શકે છે. આયુર્વેદ અનુસાર પણ બંને વસ્તુઓ ઠંડી પ્રકૃતિની છે. ભીંડા ચીકણા સ્વરૂપના હોવાથી કફ દોષ વધારવાનું કામ કરે છે, અને જ્યારે તેને દૂધ સાથે લેવામાં આવે ત્યારે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે જેમ કે પેટ ફૂલવું, ભારેપણું અને અપચો થઈ શકે છે.

ભીંડા ખાધા પછી ચા પીવાની સલાહ કેમ નથી?

ચામાં ટેનીન નામનું તત્વ હોય છે, જે ખોરાકમાંથી પોષક તત્વોના શોષણને અસર કરી શકે છે. ભીંડા સાથે ચા પીવાથી અથવા ભીંડા ખાધા પછી તરત જ શરીરમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટી શકે છે. આયુર્વેદ અનુસાર, આ મિશ્રણ વાત અને કફ દોષોને વધારી શકે છે.

લાલ માંસ સાથે ભીંડા ખાવા કેટલા યોગ્ય

વીડિયોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભીંડા સાથે લાલ માંસ ખાવાથી પાચનક્રિયા પર અસર થઈ શકે છે. લાલ માંસ પચવામાં વધુ સમય લાગે છે, અને ભીંડામાં રહેલ મ્યુસિલેજ પણ પાચનક્રિયાને ધીમી કરી શકે છે. બંનેનું મિશ્રણ પેટમાં ભારેપણું, ગેસ અને અપચો વધારી શકે છે.

મૂળા અને ભીંડાનું મિશ્રણ

મૂળાને ગેસ ઉત્પન્ન કરતી શાકભાજી માનવામાં આવે છે. તેમાં રહેલા સલ્ફર સંયોજનો પાચન દરમિયાન ગેસ ઉત્પન્ન કરી શકે છે. ભીંડા સાથે ખાવાથી પેટ ફૂલવું, દુખાવો અને અપચો થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, આ મિશ્રણ વાત અને કફ દોષોને વધારી શકે છે.

જો તમે ભીંડા અને કારેલા એકસાથે ખાશો તો શું થશે?

કારેલા અને ભીંડા બંનેને ઠંડક આપનાર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, તેમને એકસાથે ખાવાથી કફ દોષમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેના કારણે સુસ્તી, નબળાઈ અને પાચન સમસ્યાઓ થાય છે. કેટલાક લોકોમાં, આ મિશ્રણ ભારેપણું પણ પેદા કરી શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો:

ભીંડાને રાંધતા પહેલા હંમેશા સારી રીતે ધોઈ અને સૂકવી લો અને તેમાં થોડું લીંબુ અથવા આમચૂર્ણનો પાવડર ઉમેરવાથી તેનું ચીકણીપણું દૂર થાય છે, આયર્નના શોષણમાં પણ મદદ મળે છે.

Disclaimer આ સમાચાર અહેવાલ સોશિયલ મીડિયા અને આયુર્વેદિક માન્યતાઓ પર આધારિત માહિતી રજૂ કરે છે. કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવતા પહેલા અથવા કોઈપણ આહારમાં ફેરફાર કરતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો.

જો હૃદયમાં બ્લોકેજ હોય, તો આ લક્ષણો દેખાય છે, જાણો ડૉક્ટરે શું કહ્યુ, વધુ જાણવા અહિં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">