AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાળા-ટ્યુશનમાં લોહિયાળ ખેલ ! સુરત અને અમદાવાદમાં નજીવી વાતમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો

શાળા-ટ્યુશનમાં લોહિયાળ ખેલ ! સુરત અને અમદાવાદમાં નજીવી વાતમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 8:24 PM
Share

ગુજરાતના બે મુખ્ય શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદે હિંસક વળાંક લીધો છે. સુરતમાં એન્યુઅલ ફંકશનમાં નાચવા બાબતે તો અમદાવાદમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે સાથી વિદ્યાર્થીઓએ જ ચપ્પા અને છરા જેવા હથિયારો વડે વિદ્યાર્થી પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની ઘટનાઓએ વાલીઓ અને તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. સુરત અને અમદાવાદમાં એક જ સરખા પ્રકારની લોહિયાળ ઘટનાઓ સામે આવી છે.

અમદાવાદ: ટ્યુશનમાં બેસવા જેવી મામૂલી વાતમાં હુમલો, સુરત જેવી જ ઘટના અમદાવાદના બાપુનગરમાં પણ બની છે. અહીં એક 17 વર્ષીય સગીર જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો, ત્યારે બીજા રૂમમાં બેસવાનું કહેવા જેવી નાની બાબતે બોલાચાલી થઈ હતી. ટ્યુશન પૂરું થયા બાદ તેના જ સહ-વિદ્યાર્થીએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા સગીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ બાપુનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

સુરતના પાંડેસરા વિસ્તારની ગેલેક્સી શાળામાં 14 માર્ચના રોજ એન્યુઅલ ફંકશન દરમિયાન ધોરણ-10ના એક વિદ્યાર્થી પર ચાર વિદ્યાર્થીઓએ મળીને ચપ્પા વડે હુમલો કર્યો હતો. નાચતી વખતે થયેલા વિવાદમાં હુમલાખોરોએ “નાચતી વખતે ખૂબ દમ બતાવ્યો હતો, હવે તારો દમ બતાવ” તેમ કહી વિદ્યાર્થીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જોકે, શાળાના ટ્રસ્ટીનું કહેવું છે કે આ ઘટના શાળાની બહાર બની છે અને હુમલાખોરો તેમની શાળાના નથી. પોલીસે આ મામલે ચાર શખ્સોની અટકાયત કરી છે.

તંત્રની ચેતવણી

જિલ્લા શિક્ષણાધિકારીએ આ ઘટનાઓને અત્યંત નિંદનીય ગણાવી છે અને સૂચન કર્યું છે કે આવા હિંસક કૃત્યોમાં સામેલ વિદ્યાર્થીઓનું મનોચિકિત્સક પાસે કાઉન્સિલિંગ કરાવવું અનિવાર્ય છે. વિદ્યાર્થીઓમાં વધતી જતી આક્રમકતા હવે સમાજ માટે લાલબત્તી સમાન છે.

શાળા અને ટ્યુશન ક્લાસ જેવી જગ્યાએ શસ્ત્રો પહોંચી જાય તે શિક્ષણ વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. શું બાળકોમાં સંસ્કાર અને સહનશીલતાનો અભાવ આ પ્રકારના હુમલા માટે જવાબદાર છે?

WhatsAppમાં આવ્યું સૌથી મોટું ફીચર ! હવે જેનું એકાઉન્ટ નથી તેની સાથે પણ કરી શકાશે વાત

g clip-path="url(#clip0_868_265)">