Breaking News : જૂનાગઢ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદનો ઓડિયો આવ્યો સામે, જુઓ વીડિયો
માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે ખટરાગ સામે આવ્યો છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ પ્રમુખ હરેશ ઠુંમર સામસામે આવ્યા છે.તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર વચ્ચે ખટરાગ જોવા મળ્યો છે. હાલમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ફોન પર વાત કરતી વખતે હરેશ ઠુમ્મર બેઠકમાં હાજર ન રહે તે વાતનો ઉલ્લેખ કરે છે. એટલું જ નહીં તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રાન્ટ મુદ્દે પોતાને 35 લાખ મળે તેની પણ આજીજી કરતો હોય તેવો ઓડીયો વાયરલ થયો છે.
અવગણના કરવી પાર્ટી માટે ખતરાની ઘંટી
આ ઓડિયોએ જૂનાગઢ અને ખાસ કરીને મેંદરડાના રાજકારણમાં ચર્ચા જરૂર જગાવી છે.તો બીજી તરફ ધારસભ્ય સાથે ફોન પર વાત કરનાર અને મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડીયાએ રાજીનામું આપ્યું છે.તેમણે કારણ આપ્યું છે કે, તેમની પાર્ટીમાં અવગણના થાય છે.આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર આ ઘટનાને શરમજનક ગણાવી છે. પાર્ટીમાં એકબીજાની અવગણના કરવી પાર્ટી માટે ખતરાની ઘંટી સમાન હોવાનું તેમણે જણાવ્યું.આ સમગ્ર મામલે પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ પણ હરેશ ઠુમ્મરે જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે,ટીવીનાઈન આ ઓડિયોની સત્યતાની પુષ્ટી કરતું નથીમેંદરડા ભાજપના આગેવાન વિનુભાઈ રાજાણી અને ચિરાગ રાજાણી સામે પણ તા.પ. પ્રમુખ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
