સામાન્ય માણસ પણ કરોડપતિ ! માત્ર ₹2,000 ના રોકાણને બનાવી દીધા ₹3 કરોડ, આ ફંડે તો માર્કેટમાં ધમાલ મચાવી
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દર મહિને માત્ર એક નાનકડી રકમ, જે કદાચ આપણે બહાર જમવામાં કે મોજ-મસ્તીમાં ખર્ચ કરી નાખતા હોઈએ છીએ, તે તમને કરોડપતિ બનાવી શકે છે? અત્યારે શેરબજાર અને રોકાણની દુનિયામાં એક એવા 'સિક્રેટ મશીન' સમાન ફંડની ચર્ચાએ જોર પકડ્યું છે કે, જેણે સામાન્ય માણસના નસીબ ચમકાવી દીધા છે.

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ એ 'ડાયનેમિક એસેટ એલોકેશન' કેટેગરીનું ફંડ છે, જે લાંબાગાળે રિટર્નના ચાર્ટમાં વિજેતા રહ્યું છે. આ ફંડ HDFC મ્યુચ્યુઅલ ફંડનું સૌથી જૂનું ઇક્વિટી ફંડ છે, જેને ટૂંક સમયમાં જ 32 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ફંડ ઇક્વિટી (શેરબજાર) અને ડેટ (સરકારી જામીનગીરીઓ) બંનેમાં રોકાણ કરે છે, જેનાથી ઊંચા વળતરની સંભાવના સાથે પોર્ટફોલિયોને સ્થિરતા પણ મળે છે.

જો તમે ઓછા જોખમવાળા ઇક્વિટી રોકાણની શોધમાં હોવ અને તમારા રોકાણનો સમયગાળો 5 વર્ષ કે તેથી વધુ હોય, તો આ ફંડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. 32 વર્ષમાં આ ફંડે એકસાથે (Lump Sum) રોકાણ કરનારાઓના નાણાંમાં 195 ગણો વધારો કર્યો છે, જ્યારે શરૂઆતથી અત્યાર સુધી દર મહિને માત્ર 2,000 રૂપિયાની SIP કરનારા રોકાણકારોને અત્યારે અંદાજે 3 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે તેના લોન્ચિંગ સમય એટલે કે 1 ફેબ્રુઆરી 1994થી અત્યાર સુધી વાર્ષિક 18.09% જેટલું શાનદાર વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો કોઈ રોકાણકારે આ ફંડમાં શરૂઆતથી જ દર મહિને માત્ર 2,000 રૂપિયાની માસિક SIP કરી હોત, તો 32 વર્ષમાં તેનું કુલ રોકાણ 7,68,000 રૂપિયા થયું હોત. આશ્ચર્યની વાત એ છે કે, 18.09% ના ચક્રવૃદ્ધિ વળતર સાથે આજે આ રોકાણની કુલ કિંમત વધીને અંદાજે 2,95,41,212 રૂપિયા એટલે કે લગભગ 3 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ હોત. આ આંકડા દર્શાવે છે કે, લાંબાગાળાના શિસ્તબદ્ધ રોકાણમાં કેવી રીતે નાની રકમ પણ કરોડોનું ભંડોળ બનાવી શકે છે.

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના લમ્પ સમ રોકાણના આંકડા પણ એટલા જ ચોંકાવનારા છે. 1 ફેબ્રુઆરી 1994ના રોજ લોન્ચ થયેલા આ ફંડે શરૂઆતથી અત્યાર સુધી વાર્ષિક 17.87% ના દરે શાનદાર વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ ફંડની શરૂઆતમાં માત્ર 1,00,000 રૂપિયાનું એકસાથે રોકાણ કર્યું હોત, તો આજે 32 વર્ષ પછી તે રોકાણની કિંમત વધીને અંદાજે 1,95,46,521 રૂપિયા એટલે કે લગભગ 2 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ હોત. આ ફંડે સાબિત કરી દીધું છે કે, ધૈર્ય અને લાંબાગાળાના રોકાણથી સામાન્ય રકમને પણ આશરે 195 ગણી વધારી શકાય છે.

આ ફંડ પોતાના રોકાણને બે ભાગમાં વહેંચે છે. તેનો એક હિસ્સો ઇક્વિટી અને તેને સંબંધિત વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે, જે 65% થી 100% સુધી હોઈ શકે છે. બાકીનો હિસ્સો ડેટ (Debt) માં રોકાણ કરવામાં આવે છે, જે 0% થી 35% સુધી હોઈ શકે છે. 31 જાન્યુઆરી, 2026 સુધીના આંકડા મુજબ, ફંડનું 65% રોકાણ શેરમાં અને 35% રોકાણ ડેટ તેમજ મની માર્કેટ સાધનોમાં છે. આ ફંડમાં જ્યાં ઇક્વિટી દ્વારા ઊંચું વળતર મળવાની સંભાવના રહે છે, ત્યાં બીજી તરફ ડેટ દ્વારા પોર્ટફોલિયોને સ્થિરતા મળે છે.

આ ફંડ ઇક્વિટી (શેરબજાર) અને ફિક્સ્ડ-ઇન્કમ (ડેટ) બંનેમાં રોકાણ કરે છે. આ બંનેનું પ્રમાણ સમય જતાં બદલાતું રહે છે અને ફંડ મેનેજર દ્વારા બજારની સ્થિતિના વિશ્લેષણ મુજબ તેમાં ફેરફાર કરવામાં આવે છે. બીજું કે, જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે, ત્યારે આ ફંડ બીજા પ્યોર ઇક્વિટી ફંડ્સની જેમ વધુ પડતું ઘટતું નથી, કારણ કે તેનો અમુક હિસ્સો ડેટ (Debt) માં રોકાણ થયેલો હોય છે. આ જ કારણ છે કે, જે રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવા માંગે છે પરંતુ બજારનું વધુ જોખમ લેવા નથી માંગતા (Conservative Investors) તેમના માટે આ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે, આ ફંડમાં ત્યારે જ રોકાણ કરવું જોઈએ, જ્યારે રોકાણનો સમયગાળો 5 વર્ષથી વધુનો હોય.

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના ઇક્વિટી પોર્ટફોલિયોની ટોપ હોલ્ડિંગ્સ પર નજર કરીએ તો, તેમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરનું વર્ચસ્વ જોવા મળે છે. ફંડનું સૌથી વધુ રોકાણ ICICI Bank (4.77%), HDFC Bank (4.50%) અને SBI (3.91%) માં છે. આ ઉપરાંત Reliance Industries (RIL) માં 3.75%, Bharti Airtel માં 2.82%, L&T માં 2.62% અને Axis Bank માં પણ 2.55% જેટલો હિસ્સો છે. પોર્ટફોલિયોમાં એનર્જી અને આઈટી સેક્ટરની કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં NTPC (2.25%), Infosys (1.95%) અને Coal India (1.93%) જેવી ટોચની બ્લુચિપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે.

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની મુખ્ય વિગતો પર નજર કરીએ તો, આ ફંડની શરૂઆત (Inception Date) 1 ફેબ્રુઆરી 1994 ના રોજ થઈ હતી. 28 ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ, ફંડનું કુલ કદ (AUM) 107,589.67 કરોડ રૂપિયા છે અને તેનો એક્સપેન્સ રેશિયો (Expense Ratio) 1.35% નોંધાયો છે. રિસ્કોમીટર મુજબ આ ફંડમાં રોકાણનું જોખમ 'વેરી હાઈ' (Very High) શ્રેણીમાં આવે છે. જો કે, તેમાં કોઈ પણ પ્રકારનો લોક-ઈન પિરિયડ કે એન્ટ્રી લોડ નથી. 16 માર્ચ 2026 ના રોજ ફંડની NAV 500.17 રૂપિયા હતી. આ ફંડ 'NIFTY 50 Hybrid Comp' ને પોતાના બેન્ચમાર્ક તરીકે અનુસરે છે. ફંડના જોખમ અને વળતરના વિશ્લેષણ માટેના ટેકનિકલ પેરામીટર્સ જોઈએ તો, તેનો સ્ટાન્ડર્ડ ડેવિએશન (Standard Deviation) 8.62% અને શાર્પ રેશિયો (Sharpe Ratio) 1.29% છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: સોનું ₹10 લાખ અને ચાંદી ₹6 લાખ થવાની આગાહી, બિટકોઈનમાં પણ મહા-તેજીના સંકેત
