જાહેરમાં 400થી વધુ લોકો એકઠા થશે તો કાર્યવાહી કરાશે, બેદરકાર લોકો સામે પોલીસની બાજ નજર: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5,677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનના 32 નવા કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:27 AM

ગુજરાતમાં કોરોના (Corona)નું સંકટ ઘેરાતુ જઈ રહ્યું છે. જો કે કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં બેદરકારીની ચિંતાજનક તસવીરો પણ સામે આવે છે. તેથી રાજ્યના ગૃહ પ્રધાન (Minister of State for Home Affairs) હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્ચવાહી કરાશે તેવુ જણાવ્યુ છે.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું જાહેરમાં 400થી વધુ લોકો એકઠા થયા હશે તો કાર્યવાહી કરાશે. ગુજરાતમાં કોવિડના નિયમ તમામ લોકો માટે એકસરખા છે. ગુજરાત પોલીસ દરેક કાર્યક્રમ પર બાજ નજર રાખી રહી છે. જ્યાં પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં કડક પગલા ભરવામાં આવશે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5,677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22,901 થઈ છે. જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22,876 લોકો સ્ટેબલ છે .

ગુજરાતમાં કોરોનાના ફેલાવાની વાત કરીએ તો અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62, જામનગરમાં 53, ગાંધીનગરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણા 41, વડોદરા જિલ્લામાં 38, જુનાગઢમાં 36, ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારી 26, દાહોદ 21, જામનગર જિલ્લો 20, અમરેલી 19, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે .

આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે, દેશમાં સરેરાશ 5 લાખ જેટલા કેસ આવવાની શક્યતાઃ AHNA

આ પણ વાંચોઃ થિયેટર અને મલ્ટિપ્લેક્સ માલિકો ચિંતામાં, રાત્રિ કરફ્યૂને કારણે રાત્રી શો રદ થતાં મોટુ નુકસાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">