સુરેન્દ્રનગરમાં અંગરોળીમાં આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, PSI ઇજાગ્રસ્ત

| Updated on: Dec 06, 2023 | 2:13 PM

સુરેન્દ્રનગરના અંગરોળીમાં ગુજસીટોકના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. પેરોલ જમ્પ કરના 2 આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બજાણાના PSI ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. બંને આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના ઇંગરોળી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવે છે. ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરનાર અલ્લારખા ડફેર અને ફિરોજ ખાન જત મલેકને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ બાદ હુમલો કર્યો હતો. બજાણા PSI ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચી છે

મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને લઈ બે ગુજસીટોકના ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પણ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું. લખતર પોલીસ મથકમાં પોલીસ પર હુમલો થયાની ફરિયાદ દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પર હુમલાના બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર સમાચાર: ગેરકાયદે સિરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા, 30 લાખથી વધુની સિરપ ઝડપાઈ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)