AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં મજબૂરીની પરાકાષ્ઠા! સિલિન્ડરના બદલે ફુગ્ગામાં ભરાઈ રહ્યો છે રાંધણ ગેસ; ઘરમાં રાખેલા આ ‘ચાલતા-ફરતા બોમ્બ’ ગમે ત્યારે સર્જી શકે છે વિનાશ

શું તમે ક્યારેય ફુગ્ગામાં રસોઈ ગેસ ભરાતો જોયો છે? પાકિસ્તાનમાં ભયાનક ઈંધણ અછતને કારણે લોકો જીવના જોખમે આ અજીબ રસ્તો અપનાવી રહ્યા છે. જાણો આ પાછળનું જોખમી સત્ય.

પાકિસ્તાનમાં મજબૂરીની પરાકાષ્ઠા! સિલિન્ડરના બદલે ફુગ્ગામાં ભરાઈ રહ્યો છે રાંધણ ગેસ; ઘરમાં રાખેલા આ 'ચાલતા-ફરતા બોમ્બ' ગમે ત્યારે સર્જી શકે છે વિનાશ
| Updated on: Apr 29, 2026 | 8:56 PM
Share

પાકિસ્તાનમાં મોંઘવારી અને આર્થિક તંગી વચ્ચે હવે ઈંધણનું સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોએ જીવના જોખમે અજીબ હરકતો શરૂ કરી છે. કરાચીના અનેક વિસ્તારોમાં લોકો રાંધણ ગેસને પ્લાસ્ટિકના મોટા ફુગ્ગાઓમાં ભરીને સંગ્રહ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને નિષ્ણાતોએ ભારે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ પદ્ધતિ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.

કેવી રીતે થાય છે આ જોખમી ખેલ?

ARY News ના રિપોર્ટ અનુસાર, કરાચીના ઓરંગી ટાઉન જેવા વિસ્તારોમાં ગેસનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોએ આ નવો રસ્તો શોધ્યો છે. સ્થાનિક બજારમાં 1,000 થી 1,500 રૂપિયામાં ખાસ પ્લાસ્ટિકના ફુગ્ગાઓ મળે છે. લોકો ગેસ લાઇન દ્વારા આ ફુગ્ગામાં ગેસ ભરે છે અને પછી તેને અલગ કરી દે છે. આખા દિવસની રસોઈ માટે આ ફુગ્ગાને એક અસ્થાયી સ્ટોરેજ સિસ્ટમ તરીકે વાપરવામાં આવે છે.

આ તો ‘ચાલતા-ફરતા બોમ્બ’ છે

સુરક્ષા વિશ્લેષકોએ આ ફુગ્ગાઓને અત્યંત જોખમી ગણાવ્યા છે. પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ હોવાથી તે કોઈપણ સમયે ફાટી શકે છે. સાધારણ ઘર્ષણ, ગરમી કે નાનકડી ચિંગારી પણ ભયાનક ધડાકો કરી શકે છે. ઘણી વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારોમાં આ પદ્ધતિથી આગ લાગવાની કે જાનહાનિ થવાની ભયંકર શક્યતા છે. નિષ્ણાતોએ આ ચલણને ‘ચાલતા-ફરતા બોમ્બ’ સમાન ગણાવ્યું છે.

ઈરાન જંગ અને ઉર્જા સંકટની અસર

પાકિસ્તાનમાં આ સ્થિતિ સર્જાવા પાછળ વૈશ્વિક તણાવ જવાબદાર હોવાનું મનાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ઉર્જા સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનમાં ગેસની ભારે અછત જોવા મળી રહી છે. સ્થાનિક લોકો આ પદ્ધતિને પોતાની મજબૂરી ગણાવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ જીવલેણ પ્રથાને રોકવા માટે તાકીદે પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

નોંધ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ YouTube વિડિઓઝ અને ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. TV9Gujaratiતેમની ચોકસાઈ અથવા સત્યતા માટે જવાબદારી સ્વીકારતું નથી.

Assam Exit Polls 2026: આસામમાં ફરી ખીલશે કમળ ? એક્ઝિટ પોલમાં ભાજપની બમ્પર જીતનો અંદાજ; કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે સત્તાની તક

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">