સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની પરીક્ષામાં હાઈટેક ચોરી કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આ વિદ્યાર્થીઓએ ચોરી માટે આધુનિક ટેકનોલોજી. જેવી કે CHAT GTP, GEMINI જેવા AI ટૂલનો સહારો લીધો હતો. આ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થી પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, અને તેમની હાલની પરીક્ષા પણ રદ કરાઈ. ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, પરંતુ આ પ્રકારની ગેરરીતિઓ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર અસર કરે છે.