AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa Update: અમેરિકામાં ભારતીયોની મુશ્કેલી વધશે! H-1B વિઝા પર 3 વર્ષ માટે પ્રતિબંધ મૂકતું બિલ રજૂ, જાણો શું છે મામલો

અમેરિકી કોંગ્રેસમાં H-1B વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવાની માંગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. રિપબ્લિકન સાંસદ એલી ક્રેન દ્વારા લાવવામાં આવેલ આ બિલ જો પાસ થશે, તો ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રના હજારો ભારતીયો પર તેની સીધી અસર પડશે.

| Updated on: Apr 26, 2026 | 2:28 PM
Share
H-1B વિઝા પર 3 વર્ષ માટે લાગી શકે છે રોક, ટ્રમ્પની પાર્ટીના સાંસદે રજૂ કર્યું બિલ, ભારતીયોની મુશ્કેલી વધશે! એલી ક્રેન દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવિત 'End H-1B Visa Abuse Act of 2026' આ પ્રોગ્રામ પર અમુક સમય માટે રોક લગાવવાની અને વિઝા આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ કરે છે.

1 / 9
અમેરિકી કોંગ્રેસ (સંસદ)માં H-1B વિઝા પર ત્રણ વર્ષ સુધી રોક લગાવવાની માંગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના એરિઝોનાના સાંસદ એલી ક્રેને રજૂ કર્યું છે. 'એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026' નામના આ બિલને સાત રિપબ્લિકન સાંસદોએ સમર્થન આપ્યું છે. તેમનો તર્ક છે કે આ વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરીને અમેરિકી કામદારોની જગ્યાએ વિદેશીઓને નોકરી આપવામાં આવી રહી છે. H-1B વિઝા પર પ્રતિબંધની સીધી અસર ભારતીયો પર પડશે કારણ કે આ પ્રોગ્રામનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળતો રહ્યો છે

2 / 9
આ વિધેયકમાં H-1B પ્રોગ્રામમાં કથિત સુધારાનો પ્રસ્તાવ છે. જેમાં વાર્ષિક મર્યાદા 65,000 થી ઘટાડીને 25,000 કરવી, લઘુત્તમ વેતન વાર્ષિક 2,00,000 અમેરિકી ડોલર નિર્ધારિત કરવું અને H-1B વિઝા ધારકોને તેમના આશ્રિતો (dependents) ને અમેરિકા લાવવાની મંજૂરી ન આપવી શામેલ છે.

3 / 9
બિલમાં શું છે?: બિલમાં H-1B પ્રોગ્રામમાં લોટરી સિસ્ટમને બદલે વેતન-આધારિત પસંદગી સિસ્ટમ લાવવાની સાથે જ નોકરીદાતાઓ માટે એ પ્રમાણિત કરવું અનિવાર્ય રહેશે કે તેમને કોઈ લાયક અમેરિકી કર્મચારી મળી રહ્યો નથી અને તેમણે છટણી કરી નથી. આ ઉપરાંત H-1B કર્મચારીઓને એકથી વધુ નોકરી કરતા રોકવા અને થર્ડ પાર્ટી રિક્રુટમેન્ટ એજન્સીઓ દ્વારા રોજગાર આપવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે.

4 / 9
બ્રાન્ડન ગિલ નામના સાંસદે કહ્યું કે, "મને પ્રતિનિધિ એલી ક્રેનના H-1B વિઝા સિસ્ટમમાં સુધારા અને તેને વધુ કડક બનાવવાના પ્રયાસોના સહ-પ્રાયોજક હોવા પર ગર્વ છે. આનાથી એ સુનિશ્ચિત થશે કે આપણી ઇમિગ્રેશન સિસ્ટમ વિદેશીઓ કરતા અમેરિકી કામદારોને પ્રાથમિકતા આપે."

5 / 9
ભારતીયો પર કેવી રીતે અસર થશે?: આ નવું બિલ ભારતીયોને ખાસ અસર કરી શકે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ વિદેશી કર્મચારીઓની ભરતી માટે H-1B વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. આ પ્રોગ્રામ હેઠળ ભારતીય પ્રોફેશનલ્સ ટેકનોલોજી અને હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ વિઝા મેળવે છે.

6 / 9
બિલમાં જણાવાયું છે કે ફેડરલ એજન્સીઓને બિન-પ્રવાસી કર્મચારીઓની નિમણૂક કરતા અથવા તેમને સ્પોન્સર કરતા રોકવામાં આવે. સાથે જ 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) ને ખતમ કરવામાં આવે. સૂચિત ફેરફારો હેઠળ બિન-પ્રવાસીઓએ અન્ય કોઈ વિઝા કેટેગરીમાં જતા પહેલા અમેરિકા છોડવું પડશે. સ્વાભાવિક છે કે આનાથી ભારતીય કામદારો પ્રભાવિત થશે.

7 / 9
સાંસદ પોલ ગોસરે કહ્યું કે, "H-1B પ્રોગ્રામનો દુરુપયોગ અમેરિકી કામદારોને સસ્તા વિદેશી શ્રમથી બદલવા માટે કરવામાં આવ્યો છે. આ વિધેયક તે વ્યવસ્થા પર અંકુશ લગાવે છે."

8 / 9
અમેરિકનોને નોકરી નહીં: એલી ક્રેન: સાંસદ એલી ક્રેને જણાવ્યું છે કે ફેડરલ સરકારે મહેનતુ નાગરિકો માટે કામ કરવું જોઈએ, ન કે મોટી કંપનીઓના નફા માટે. હ્યુસ્ટનમાં રહેતા ઇમિગ્રેશન વકીલ રાહુલ રેડ્ડીએ જણાવ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે H-1B વિઝા પ્રોગ્રામ પર રોક લગાવી શકાય છે, કારણ કે આ સત્તા અમેરિકી કોંગ્રેસ પાસે છે.

9 / 9

ગ્રહ દશાથી પરેશાન છો? જ્યોતિષ મુજબ આ 9 વૃક્ષોમાં છુપાયેલું છે તમારી સફળતાનું રહસ્ય, આજે જ જાણો

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા

નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું

મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ

યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video

ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ

ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">