Breaking News: દેવભૂમિ દ્વારકામાં ભાજપ જીતનો અનોખો જશ્ન, ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી હતી. જીતની ખુશીમાં કાર્યકરો અને સમર્થકોએ એવો જશ્ન મનાવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી હતી. જીતની ખુશીમાં કાર્યકરો અને સમર્થકોએ એવો જશ્ન મનાવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોના-ચાંદીની નોટોનો વરસાદ
ભાજપ ઉમેદવાર લખુ ચાવડાની જીત બાદ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજયોત્સવ દરમિયાન સમર્થકોએ ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ કર્યો હતો. આ અનોખી ઉજવણી સૌના ધ્યાનનું કેન્દ્ર બની હતી. કાર્યકરો દ્વારા નોટો ઉડાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા જામી છે.
કેસરિયો લહેરાતા ભાજપ કાર્યકરોમાં ખાસ આનંદનો માહોલ
ખંભાળિયા પાલિકાના વોર્ડ-1માં ફરી એકવાર કેસરિયો લહેરાતા ભાજપ કાર્યકરોમાં ખાસ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા, સૂત્રોચ્ચાર અને નૃત્ય સાથે કાર્યકરોએ જીતને યાદગાર બનાવી હતી. અનેક લોકોએ આ ઉજવણીને ‘અનોખો વિજયોત્સવ’ ગણાવ્યો હતો.
સોના-ચાંદી જેવી નોટો ઉડાવી રહ્યા છે
વીડિયોમાં જોવા મળે છે કે સમર્થકો લખુ ચાવડાને ઘેરીને સોના-ચાંદી જેવી નોટો ઉડાવી રહ્યા છે અને જીતના નારા લગાવી રહ્યા છે. આ અનોખી શૈલીની ઉજવણી હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન બાદ આવી ઉજવણી પાર્ટી કાર્યકરોના ઉત્સાહ અને વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં આ વિજયોત્સવ હવે લોકોમાં ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Breaking News : ચૂંટણી પરિણામો બાદ તાલાલામાં રસાકસી, કોંગ્રેસ ઉમેદવારોને લાખોની ઑફર !
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
