AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર… હવે પાસપોર્ટ પર ચમકશે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો અને ગોલ્ડન સિગ્નેચર

અમેરિકા પોતાની આઝાદીના 250 વર્ષની ઉજવણી નિમિત્તે એક ખાસ પાસપોર્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવા પાસપોર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર અને તેમની ગોલ્ડન સિગ્નેચર હશે.

Breaking News : 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર... હવે પાસપોર્ટ પર ચમકશે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો અને ગોલ્ડન સિગ્નેચર
| Updated on: Apr 29, 2026 | 7:51 PM
Share

અમેરિકામાં પાસપોર્ટને લઈને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વિદેશ વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ ‘United States Declaration of Independence’ ના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખાસ અમેરિકન પાસપોર્ટ બહાર પાડવાની તૈયારી કરી રહ્યા છે. આ પાસપોર્ટ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે.

કયા નાગરિકોને મળશે આ ‘પાસપોર્ટ’?

અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, આ વિચાર પર મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી અને તાજેતરમાં જ તેને સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. યોજના મુજબ, વોશિંગ્ટન ડીસીની પાસપોર્ટ ઓફિસમાં લગભગ 25,000 થી 30,000 પાસપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો કે, આ પાસપોર્ટ તમામ નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે નહીં, ફક્ત મર્યાદિત લોકોને જ આપવામાં આવશે. આ નવા પાસપોર્ટ 4 જુલાઈના થોડા સમય પહેલા વોશિંગ્ટન, ડી.સી. સ્થિત પાસપોર્ટ ઓફિસમાં અરજદારો માટે ઉપલબ્ધ થશે.

નવા પાસપોર્ટની ડિઝાઈન

આ નવા પાસપોર્ટની ડિઝાઈન હાલના પાસપોર્ટ કરતા અલગ અને ખાસ હશે. અંદરના એક પેજ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો હશે, જેની ઉપર તેમની સહીની ગોલ્ડન સ્ટેમ્પ પણ લગાવવામાં આવશે. આ સાથે પાસપોર્ટમાં આધુનિક સિક્યોરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે, જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત અને માન્ય રહેશે.

Donald Trump New US Passport Feature Photo and Golden Signature for 250 Year Celebration

પાસપોર્ટના કવરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે કવર પર મોટા સોનેરી અક્ષરોમાં ‘United States of America’ લખેલું હશે. તેની નીચે પાછળના ભાગમાં એક નાનો ગોલ્ડન અમેરિકન ધ્વજ બનેલો હશે, જેના પર 250 અંકિત હશે, જે 250મી વર્ષગાંઠનું પ્રતિક હશે.

આ ઉપરાંત પાસપોર્ટના કેટલાક પાના પર ઐતિહાસિક તસવીરો પણ ઉમેરવામાં આવશે. આમાં માઉન્ટ રશમોરની તસવીર હશે, જેમાં જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકનની મૂર્તિઓ દેખાય છે. હાલના પાસપોર્ટમાં પહેલેથી જ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, લિબર્ટી બેલ અને ઇન્ડિપેન્ડન્સ હોલ જેવી ઐતિહાસિક જગ્યાઓની તસવીરો છે.

આ પણ વાંચો: ઇમિગ્રેશન ક્લિયર કરતી વખતે આ 7 વાતો કહેવાનું ટાળજો, નહીં તો એરપોર્ટ પરથી જ ઘરભેગા થશો

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">