AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Vastu Tips: રસોડામાં ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, નહીં તો રિસાઈ શકે છે માં અન્નપૂર્ણા!

જો તમે ઇચ્છો છો કે તમારું ઘર હમેશાં ખોરાક અને ધન-સંપત્તીથી ભરેલું રહે, તો રસોડાની આ ભૂલોને ટાળવી જોઈએ. નહીં તો તમારી એક નાની ભૂલથી માં અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.

Kitchen Vastu Tips: રસોડામાં ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, નહીં તો રિસાઈ શકે છે માં અન્નપૂર્ણા!
Kitchen Vatu TipsImage Credit source: Whisk
| Updated on: Apr 30, 2026 | 1:13 PM
Share

હિન્દુ ધર્મમાં રસોડાને ઘરનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. રસોડું ફક્ત રસોઈ બનાવવાનું સ્થળ નથી પરંતુ સકારાત્મક ઉર્જાનું પણ કેન્દ્ર છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી અન્નપૂર્ણાજી રસોડામાં રહે છે. દેવી અન્નપૂર્ણાના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ખોરાક અને સંપત્તિની અછતનો સામનો કરવો પડતો નથી. તેથી રસોડાની આ નાની ભૂલો ટાળવી જોઈએ. નહીંતર દેવી અન્નપૂર્ણા રિસાઈ શકે છે.

રસોડું કઈ દિશામાં હોવું જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ગોઠવણી બરોબર રહેવી જોઈએ. જેથી પરિવારમાં કોઈપણ પરેશાનીનો સામનો કરવો પડે નહીં. રસોડુ દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં ના હોવું જોઈએ. કિચન દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો દાંપત્ય જીવનને નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડું ઘરના દક્ષિણ-પૂર્વમાં હોવું જોઈએ. કારણ કે આ દિશા અગ્નિ દેવતાની માનવામાં આવે છે. રસોઈ કરતી વખતે મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

રસોડામાં ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો

  1. રસોડામાં ક્યારેય ચંપલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ.
  2. રસોડામાં ક્યારેય સંપૂર્ણ અંધારું ન રાખવું જોઈએ.
  3. વાસ્તુ શાસ્ત્રમાં, અગ્નિ અને પાણીને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. તેથી, રસોડાના સિંક અને ગેસને ક્યારેય એકબીજાની સામે ન રાખવું.
  4. રસોડામાં દવાઓ રાખવી નહીં.
  5. રસોડામાં તૂટેલા કાચનો ઉપયોગ કરવો નહીં.

માં અન્નપૂર્ણાના આશીર્વાદ માટે કરો આ કામ

  1. રસોડાના એક ખૂણામાં કાચના બાઉલમાં થોડું સિંધવ મીઠું રાખવાથી ઘર અને રસોડા બંનેમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
  2. ગેસ સ્ટવ એવી દિશામાં રાખો કે રસોઈ બનાવતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં રહે. આ પરિવારનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે.
  3. હંમેશા ગાયને પહેલી રોટલી કાઢો. જ્યોતિષ મુજબ, આ પિતૃઓના શાપ અને અન્ય ગ્રહોના પ્રભાવને શાંત કરી શકે છે.
  4. રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરો અને ગંદા વાસણો સિંકમાં રાખવાનું ટાળવું જોઈએ.
  5. રસોડામાં અન્નપૂર્ણાનું ચિત્ર રાખવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: મંગળ ગોચરથી બદલાશે કિસ્મત ! આ 4 રાશિના લોકો પર વરસશે પૈસા અને તેમનો આત્મવિશ્વાસ વધશે!

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">