AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“આસમાન સે ગીરે ઓર ખજૂર પે અટકે” ! પેરાગ્લાઈડિંગ દરમિયાન સેકન્ડોમાં ખેલ બદલાયો, વીડિયો જોઈને દંગ રહી જશો

આકાશમાં ઉડવાની ઈચ્છા ક્યારેક ભારે પડી શકે છે તેનો જીવતો જાગતો પુરાવો આ વીડિયો છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન એક યુવતી પળવારમાં આકાશમાંથી નીચે પટકાઈ હતી. 'ઘર કે કલેશ' નામના એકાઉન્ટ પરથી શેર થયેલા આ વીડિયોએ એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

આસમાન સે ગીરે ઓર ખજૂર પે અટકે ! પેરાગ્લાઈડિંગ દરમિયાન સેકન્ડોમાં ખેલ બદલાયો, વીડિયો જોઈને દંગ રહી જશો
| Updated on: Apr 21, 2026 | 8:36 PM
Share

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અમુક વીડિયો એવા હોય છે જેને જોઈને તમે હલી જાઓ. અત્યારે એક એવો જ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જે પેરાગ્લાઈડિંગનો શોખ રાખતા લોકો માટે ચેતવણી સમાન છે. આ વીડિયો જોયા પછી તમે એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા પહેલા સો વાર વિચાર કરશો.

શું છે આ વીડિયોમાં?

પેરાગ્લાઈડિંગ કરતી વખતે સામાન્ય રીતે લોકો આકાશના નજારાનો આનંદ માણતા હોય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળ્યું. વીડિયોની શરૂઆતમાં એક યુવતી હવામાં ઉડતી દેખાય છે, પણ અચાનક હવાનો પ્રવાહ કે ટેકનિકલ ખામીને કારણે તેનું સંતુલન બગડે છે. જોતજોતામાં પેરાગ્લાઈડર પટકાવા લાગે છે અને યુવતી આકાશમાંથી સીધી નીચેના ગાઢ વૃક્ષોમાં જઈ પડે છે. જાણે પેલી કહેવત સાચી પડી હોય કે ‘આભથી પડ્યા અને ખજૂરના ઝાડે અટક્યા’.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો ધોધ

આ વીડિયો એક્સ (ટ્વિટર) પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કેપ્શન આપ્યું છે કે ‘આ ડરામણું છે’. વીડિયો જોયા બાદ લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ એડવેન્ચર છે કે સુસાઈડ મિશન?” જ્યારે અન્ય એક યુઝરે રમૂજમાં નોંધ્યું કે, “નીચે પડતી વખતે પણ તેના હાથમાંથી કેમેરા સ્ટિક ન છૂટી!”

સલામતી સામે સવાલો

સદનસીબે આ દુર્ઘટનામાં યુવતીનો જીવ બચી ગયો હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષાના ધોરણો સામે મોટા સવાલો ઉભા કર્યા છે. એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવતી સંસ્થાઓ પર કેટલો ભરોસો કરવો તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. જો તમે પણ આગામી સમયમાં પેરાગ્લાઈડિંગ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ વીડિયો જોયા પછી તમારી હિંમત ચોક્કસથી ડગી જશે.

Vastu Tips: તમારા આશિયાનાને આપો આ 10માંથી કોઈ એક શુભ નામ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને અપાર શાંતિ!

Follow Us
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
g clip-path="url(#clip0_868_265)">