AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકની કડક શરતો કે મજબૂરીની પરાકાષ્ઠા? પૈસા ઉપાડવા માટે ભાઈએ કબર ખોદીને હાડપિંજર બેંકમાં રજૂ કર્યું

શું મૃત્યુના પુરાવા તરીકે હાડપિંજર બતાવવું પડે? એક લાચાર ભાઈએ બેંકમાં પૈસા ઉપાડવા માટે બહેનની કબર ખોદી નાખી. જાણો આ હચમચાવી દેતી ઘટના પાછળનું સત્ય.

બેંકની કડક શરતો કે મજબૂરીની પરાકાષ્ઠા? પૈસા ઉપાડવા માટે ભાઈએ કબર ખોદીને હાડપિંજર બેંકમાં રજૂ કર્યું
Image Credit source: X platform (Roshan Rai)
| Updated on: Apr 28, 2026 | 8:53 PM
Share

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ક્યારેક એવી ઘટનાઓ બને છે જે માનવતા અને કાયદાકીય પ્રક્રિયાઓ સામે અનેક સવાલો ઉભા કરે છે. ઓડિશાના કિયોંઝર જિલ્લામાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. એક આદિવાસી વ્યક્તિ પોતાની મૃત બહેનના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પુરાવા તરીકે તેનું ‘હાડપિંજર’ લઈને બેંકમાં પહોંચી ગયો હતો. આ દ્રશ્ય જોઈને બેંકના કર્મચારીઓ અને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા હતા.

શું હતી સમગ્ર ઘટના?

કિયોંઝર જિલ્લાના દિયાનાલી ગામમાં રહેતા 50 વર્ષીય જીતુ મુંડાની મોટી બહેન કાલરા મુંડાનું 26 જાન્યુઆરી, 2026 ના રોજ અવસાન થયું હતું. જીતુને તેની બહેનના ખાતામાં જમા રહેલા 20,000 રૂપિયાની જરૂર હતી. જીતુનો આરોપ છે કે તે અનેકવાર બેંકના ધક્કા ખાતો હતો, પરંતુ બેંકના અધિકારીઓ તેને ખાતાધારકને હાજર કરવા માટે દબાણ કરી રહ્યા હતા. હારી થાકીને જીતુએ પોતાની બહેનની કબર ખોદી અને પુરાવા તરીકે તેનું કંકાલ બેંકમાં લઈ આવ્યો.

બેંકે શું આપ્યો ખુલાસો?

આ ઘટના વાયરલ થયા બાદ ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર:

  • બેંકે ક્યારેય મૃતકની શારીરિક ઉપસ્થિતિની માંગણી કરી નહોતી.
  • જીતુ મુંડા પહેલીવાર જ્યારે બેંકમાં આવ્યો ત્યારે તેની પાસે મૃત્યુનું પ્રમાણપત્ર કે અન્ય જરૂરી કાયદેસરના દસ્તાવેજો નહોતા.
  • બેંકનું કહેવું છે કે જીતુ નશાની હાલતમાં હતો અને અચાનક માનવ અવશેષો સાથે આવતા ત્યાં ભયાનક સ્થિતિ સર્જાઈ હતી.

તંત્ર અને પોલીસની કાર્યવાહી

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, જીતુ મુંડા એક નિરક્ષર આદિવાસી છે જે બેંકિંગની જટિલ પ્રક્રિયાઓથી અજાણ હતો. બેંક અને ગ્રાહક વચ્ચે સંવાદના અભાવે આ ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે કાલરા મુંડાના ખાતામાં જે નોમિનીનું નામ હતું, તેનું પણ અવસાન થઈ ચૂક્યું છે, જેના કારણે જીતુ એકમાત્ર દાવેદાર બને છે.

આગળ શું થશે?

સ્થાનિક પ્રશાસને હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે જીતુ મુંડાને તેની બહેનના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરવામાં આવશે અને વહેલી તકે તેને બેંકના પૈસા અપાવવામાં આવશે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે કાગળની કાર્યવાહી અને ગરીબી વચ્ચે ટકરાવ થાય છે, ત્યારે સત્ય સાબિત કરવા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

નોંધ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ Social Media વિડિઓઝ અને ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. TV9Gujaratiતેમની ચોકસાઈ અથવા સત્યતા માટે જવાબદારી સ્વીકારતું નથી.

ઉનાળામાં શરીરને ઠંડુંગાર રાખતું ‘સુપરફૂડ’: માત્ર પીણું જ નહીં, આ 5 રીતે પણ ખાઈ શકાય છે ગોંદ કતીરા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">