AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Ban: 9400થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ બેન, કમ્બોડિયા સાથેનું કનેક્શન આવ્યું સામે!

આ વર્ષના જાન્યુઆરીથી, વોટ્સએપ એ ભારતમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સાથે જોડાયેલા 9400 થી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ચાલો જાણીએ કે આ એકાઉન્ટ્સનો કમ્બોડિયા સાથે શું છે સંબંધ.

WhatsApp Ban: 9400થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ બેન, કમ્બોડિયા સાથેનું કનેક્શન આવ્યું સામે!
WhatsApp BanImage Credit source: TV9 Network
| Updated on: Apr 29, 2026 | 1:58 PM
Share

આ વર્ષના જાન્યુઆરીથી શરૂ થયેલા 12 અઠવાડિયાના સમયગાળામાં, વોટ્સએપે ભારતમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સાથે જોડાયેલા 9400 થી પણ વધુના વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. Metaની માલિકીની વોટ્સએપે સરકારી એજન્સીઓ સાથે મળીને આ કાર્યવાહી કરી છે. ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સંબંધિત કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ આ માહિતી આપી હતી.

વોટ્સએપની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડો કેવી રીતે કામ કરે છે. કંપનીએ શોધ્યું કે ભારતીય યુઝર્સને નિશાન બનાવતા મોટાભાગના એકાઉન્ટ્સ દક્ષિણ-પૂર્વ એશિયા, ખાસ કરીને કમ્બોડિયામાં સ્થિત સ્કેમ સેન્ટર્સમાંથી સંચાલિત થઈ રહ્યા હતા. આનો અર્થ એ છે કે ભારતમાં આચરવામાં આવી રહેલ ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો જાળ કમ્બોડિયામાંથી વોટ્સએપ એકાઉન્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.

કાર્યવાહી કેવી રીતે કરવામાં આવી

છેતરપિંડી કરનારાઓ ઘણીવાર દિલ્હી પોલીસ, મુંબઈ મુખ્યાલય, સીબીઆઈ અને એટીએસ વિભાગ જેવા ડિસ્પ્લે નામો તેમજ સત્તાવાર દેખાતા લોગોનો પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરતા હતા. જેનાથી લોકોને શંકા ન થાય. કંપનીએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા માટે નવા અમલીકરણ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટ્સએપ એ જણાવ્યું હતું કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે શરૂ કરાયેલી ચોક્કસ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

SIM બંધન પર કરાર

સુપ્રીમ કોર્ટમાં I4C દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ અનુસાર વોટ્સએપ એ, સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ (SIM) બંધન લાગુ કરવા માટે પણ સંમત થયું છે. કંપનીએ કહ્યું કે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 ની જોગવાઈઓનું પાલન કરશે. વોટ્સએપ એ કાનૂની અને ગોપનીયતા સીમાઓમાં રહીને નિયમિત અંતરાલે ડેટા-સંબંધિત માહિતી શેર કરવાનું પણ વચન આપ્યું છે.

વોટ્સએપ હેકથી કઈ રીતે બચવું

  1. વોટ્સએપ પર આવેલા OTP ક્યારેય કોઈ સાથે શેર ન કરવા જોઈએ
  2. ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવું જોઈએ
  3. અજાણ્યા લિંક પર ક્લિક કરવાથી બચો
  4. શંકાસ્પદ કોલ અને મેસેજોને અવગણો
  5. વોટ્સએપને હંમેશા અપડેટ રાખવું જોઈએ
  6. અજાણી ડિવાઇસ પર વોટ્સએપ વેબ ખોલવી નહીં
  7. અજાણી એપ્સ ઇન્સ્ટોલ કરવી નહીં
  8. પબ્લિક Wi-Fi પર સાવધાની રાખવી

આ પણ વાંચો: OTP Fraud: OTP ફ્રોડ શું છે અને તેની સામે કેવી રીતે બચવું? જાણો 5 સરળ રીત

Follow Us
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
g clip-path="url(#clip0_868_265)">