AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દેશે કેમ પોતાનું બધું જ ‘સોનું’ દાવ પર લગાવી દીધું ? આંકડા પાછળનું એવું સત્ય કે, જે તમને ચોંકાવી દેશે

કોઈપણ દેશ માટે તેનું સોનું એ માત્ર સંપત્તિ નથી પણ મુશ્કેલ સમયની સૌથી મોટી સુરક્ષા છે. એવામાં જ્યારે બધું જ દાવ પર લાગેલું હતું અને અર્થતંત્રના પાયા હચમચી રહ્યા હતા, ત્યારે આ દેશે એક એવો નિર્ણય લીધો કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

| Updated on: Apr 29, 2026 | 6:06 PM
Share
વિચારો કે, જ્યારે કોઈ દેશનું ચલણ અચાનક ઘટવા લાગે, બજારમાં ગભરાટ વધી જાય, રોકાણકારો પૈસા પાછા ખેંચવા લાગે અને લોકોને વિદેશી હૂંડિયામણ એટલે કે ડૉલરની જરૂરિયાત ઝડપથી પડવા લાગે તો? બસ આવું જ કંઈક એક દેશ સાથે થયું છે. મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર હતો. ખાસ કરીને ઈરાન સંઘર્ષ (Iran conflict) ના કારણે આખા વિશ્વની નજર આ વિસ્તાર પર ટકી હતી.

1 / 8
તેલના ભાવમાં વધ-ઘટ, સપ્લાય ચેઈનમાં અવરોધ અને વધતી જતી મોંઘવારીએ ઘણા દેશોના અર્થતંત્રને હચમચાવી દીધું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, આ કિસ્સો તુર્કિયે દેશનો છે. 'તુર્કિયે આ એ જ દેશ છે, જે ગયા મહિને ડૂબવાની અણી પર પહોંચી ગયો હતો પરંતુ હવે ફરીથી તેની અર્થવ્યવસ્થા સુધરી રહી છે.

2 / 8
તુર્કિયેની કરન્સી 'લીરા' પર જ્યારે દબાણ વધ્યું, ત્યારે સેન્ટ્રલ બેંક સામે સૌથી મોટો પડકાર દેશના અર્થતંત્રને સંભાળવાનો હતો. લોકોને ડૉલર જોઈતા હતા, વિદેશી રોકાણ બહાર જઈ રહ્યું હતું અને બજારમાં અનિશ્ચિતતા વધી રહી હતી. આવા સમયે સેન્ટ્રલ બેંકે એક એવું પગલું ભર્યું કે, જે પહેલી નજરે ચોંકાવનારું હતું. વાત એમ છે કે, તેણે પોતાના ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

3 / 8
તુર્કિયેની સેન્ટ્રલ બેંક પાસે પહેલા લગભગ 830 ટન સોનું હતું. આ સોનું માત્ર રોકાણ નહીં પરંતુ દેશની આર્થિક સુરક્ષાની ઢાલ હતું. એવામાં જ્યારે પરિસ્થિતિ બગડી, ત્યારે આ જ સોનાને "કેશ" માં ફેરવવું પડ્યું. બેંકે લગભગ 73 ટન સોનાના સ્વેપ સોદા કર્યા. સરળ ભાષામાં સમજીએ તો, તેણે સોનાના બદલામાં ડૉલર લીધા. આ ઉપરાંત કેટલુંક સોનું સીધું વેચવામાં પણ આવ્યું. આનાથી બેંકને તરત જ ડૉલરની લિક્વિડિટી મળી, જેનાથી તે બજારમાં હસ્તક્ષેપ કરી શકી અને લીરાને સંભાળવાનો પ્રયાસ કરી શકી.

4 / 8
માર્ચના અંત સુધીમાં તુર્કિયેનું ગોલ્ડ રિઝર્વ 127 ટન ઘટીને માત્ર 693 ટન રહી ગયું. આ ઘટાડો એટલો મોટો હતો કે, વર્ષ 2013 પછી પહેલીવાર આવું જોવા મળ્યું. બજારમાં એવો સંદેશ ગયો કે, દેશે પોતાની અર્થવ્યવસ્થા બચાવવા માટે પોતાના "સુરક્ષિત ખજાના" નો સહારો લેવો પડ્યો. જો કે, દરેક વાર્તામાં એક વળાંક આવે છે અને અહીં પણ આવ્યો.

5 / 8
જણાવી દઈએ કે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર થયું, ત્યારે મિડલ ઈસ્ટનો તણાવ થોડો ઓછો થયો. એકંદરે, બજારમાં સ્થિરતા આવવા લાગી. તેલના ભાવમાં વધ-ઘટ ઓછી થઈ અને રોકાણકારોનો ભરોસો ધીરે ધીરે પાછો આવવા લાગ્યો. હવે સેન્ટ્રલ બેંક પાસે તક હતી કે, તે પોતાની રણનીતિ બદલી શકે. ડૉલરની તાત્કાલિક જરૂરિયાત ઘટી રહી હતી અને લીરા પરનું દબાણ પણ થોડું હળવું થયું હતું.

6 / 8
તુર્કિયેની સેન્ટ્રલ બેંકે ધીમે ધીમે પોતાનું ગોલ્ડ રિઝર્વ ફરીથી વધારવાનું શરૂ કર્યું. માત્ર એક અઠવાડિયામાં 30.7 ટન સોનું ખરીદવામાં આવ્યું અને જો બે અઠવાડિયાની વાત કરીએ તો, કુલ 36.4 ટનનો વધારો થયો. હવે કુલ ગોલ્ડ રિઝર્વ વધીને લગભગ 730 ટન સુધી પહોંચી ગયું છે. આ માત્ર આંકડાની વાત નહોતી. આ એક મજબૂત સંદેશ હતો. એવામાં જ્યારે પરિસ્થિતિ સુધરે છે, ત્યારે દેશ ફરીથી પોતાની સુરક્ષાની દીવાલ ઊભી કરવાનું શરૂ કરી દે છે.

7 / 8
આ આખી વાર્તામાં સૌથી રસપ્રદ વાત "સોનાની" છે. આવી એટલા માટે કારણ કે, જ્યારે સંકટ આવે છે, ત્યારે દેશો પોતાના સોનાને કેશમાં ફેરવે છે અને જ્યારે સ્થિતિ સુધરે છે, ત્યારે ફરીથી 'સોનું' ખરીદે છે. સરળ રીતે સમજીએ તો, સોનું માત્ર એક ધાતુ નથી પરંતુ એક "ફાઈનાન્શિયલ સેફ્ટી નેટ" છે. તુર્કિયેએ પણ કઇંક આવું જ કર્યું. પહેલા સોનાનો ઉપયોગ કરી પોતાની કરન્સી બચાવી અને જેવી સ્થિતિ સુધરી કે, તરત જ તેને પાછું ભેગું કરવાનું શરૂ કરી દીધું.

8 / 8

Breaking News: સોનું, કાર કે શેરબજાર… PAN કાર્ડ વગર બધું જ પેન્ડિંગ, 1 એપ્રિલથી સરકારના નવા નિયમોએ વધારી મુશ્કેલી

Follow Us
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

g clip-path="url(#clip0_868_265)">