AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં, જુઓ Video

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં, જુઓ Video

| Updated on: Apr 29, 2026 | 8:45 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની 160 બેઠકો સાથે જીત બાદ મેયર પદ માટે ચર્ચાઓ તેજ બની છે. પ્રથમ અઢી વર્ષ માટે આ પદ OBC અનામત રાખવામાં આવ્યું છે. જેમાં સૌથી મજબૂત ઉમેદવાર તરીકે હિતેશ બારોટને ગણવવામાં આવે છે. તેઓ OBC હોવા ઉપરાંત ભાજપે નક્કી કરેલ 60 વર્ષની વયમર્યાદા તેમને લાગુ પડી નથી તેથી તેઓને મેયર તરીકે પહેલેથી જ ભાજપે વિચારી રાખ્યા હોવાનું કહેવાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 160 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ફરી સત્તા પ્રાપ્ત કરી છે. આ ભવ્ય વિજય બાદ હવે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એટલે કે મેયર કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આગામી મેયરના નામ વિશે અટકળો વહેતી થઈ છે.

મહત્વનું છે કે અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ OBC માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત પદ માટે કેટલાક પ્રમુખ નામો હાલ ચર્ચામાં છે. તેમાં થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટનો સમાવેશ થાય છે, જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ખૂબ નજીકના માણસ તરીકે ભાજપમાં જાણીતા છે. ભાજપની 60 વર્ષની વયમર્યાદાનો તેમને લાભ મળ્યો છે આથી કહેવાય છે કે, તેમને એએમસીમાં મેયરનો હોદ્દો મળી શકે છે. બોડકદેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈનું નામ પણ ચર્ચામાં છે, જેઓ પાછલી ટર્મમાં એએમટીએસ કમિટીના ચેરમેન રહ્યા હતા. પરંતુ આ વોર્ડમાંથી ગત ટર્મમાં દેંવાગ દાણી સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા આથી તેમના નામ અંગે ભાજપનુ મોવડી મંડળ વિચારણામાં લે તેવી શક્યતા બહું ઓછી છે. જો કે તેમને સારી કમિટીના ચેરમેન બનાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

_Ahmedabad Mayoral Race BJPs Potential Candidates After Securing 160 Seats (1)

આ ઉપરાંત, શાહીબાગ વોર્ડમાંથી જશુ ઠાકોર, જેઓ હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન અને સંગઠન મહામંત્રી પણ છે, તેમનું નામ પણ મેયર પદના દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણી, જેઓ પાછલી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, અને પાલડી વોર્ડમાંથી જૈનિક વકીલ, જેઓ એએમસી રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, તે નામો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, ભારતીય જનતા પાર્ટી હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતી છે, તેથી આ વખતે પણ કોઈ અણધાર્યો ચહેરો મેયર બની શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

1 મેથી LPG ના નિયમોમાં ફેરફાર, સામાન્ય નાગરિકોને અસર, અહીં જાણો

Published on: Apr 29, 2026 08:45 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">