AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બહુ થયા નાટકો, હવે હિસાબ થશે ! ટ્રમ્પના એક ફોટાએ તેહરાન ધ્રુજાવ્યું, શું અમેરિકા બટન દબાવવાની તૈયારીમાં છે?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. હોર્મુઝની નાકાબંધી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે.

Breaking News: બહુ થયા નાટકો, હવે હિસાબ થશે ! ટ્રમ્પના એક ફોટાએ તેહરાન ધ્રુજાવ્યું, શું અમેરિકા બટન દબાવવાની તૈયારીમાં છે?
| Updated on: Apr 29, 2026 | 5:10 PM
Share

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હોર્મુઝની નાકાબંધી વચ્ચે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘ગ્રાફિકલ ધમકી’ આપી છે. ટ્રમ્પે તેહરાનને ચેતવણી આપતા કહ્યું કે, જો તેના પરમાણુ કાર્યક્રમ અંગે વહેલી તકે કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો અમેરિકા વધુ કડક વલણ અપનાવશે.

‘ટ્રુથ’ પ્લેટફોર્મ પર આપી ધમકી

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર પોતાની એક ધમાકેદાર તસવીર શેર કરીને તેહરાનને ધમકી આપી હતી. આ સાથે જ કહ્યું કે, “No more Mr. Nice Guy” (હવે કોઈ ભલાઈ નહીં). ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીતની ધીમી ગતિ અંગે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે, ઈરાન પોતાની બાબતોને યોગ્ય રીતે સંભાળી શકતું નથી. તેમણે આગળ ઈરાની નેતૃત્વની ટીકા કરતા કહ્યું કે, તેમને એ પણ ખબર નથી કે, પરમાણુ રહિત કરાર (Nuclear-Free Agreement) પર હસ્તાક્ષર કેવી રીતે કરવા.

ટ્રમ્પે ઈરાનને ફટકાર લગાવી

ટ્રમ્પે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ઈરાન પોતાની બાબતોને યોગ્ય રીતે સંભાળી શકતું નથી. તેમને ખબર નથી કે, પરમાણુ-રહિત કરાર (Nuclear-Free Agreement) કેવી રીતે કરવો? એવામાં, સારું રહેશે કે તેઓ વહેલી તકે સમજદારી બતાવે!’

ટ્રમ્પની આ તાજેતરની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે અને રાજદ્વારી ગતિરોધ યથાવત છે. ટ્રમ્પની આ પોસ્ટ સંકેત આપે છે કે, જો તેહરાન વોશિંગ્ટન દ્વારા પ્રસ્તાવિત શરતોનો અસ્વીકાર કરશે, તો અમેરિકા સંભવિતપણે વધુ આક્રમક વલણ અપનાવી શકે છે.

US Iran War Tensions Rise Donald Trump Warning Sparks Global Fear After Tehran Photo Shock

સતત બગડી રહી છે ‘સ્થિતિ’

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પ્રથમ તબક્કાની મંત્રણા થઈ ચૂકી છે પરંતુ બીજા તબક્કાની વાતચીત પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. તાજેતરમાં જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઈસ્લામાબાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, બંને દેશો વચ્ચે મંત્રણા થઈ શકે છે પરંતુ અરાઘચી ત્યાંથી નીકળી ગયા બાદ ટ્રમ્પે પોતાના પ્રતિનિધિમંડળની પાકિસ્તાન યાત્રા રદ કરી દીધી હતી.

આ પણ વાંચો: ઈરાન નાકાબંધીનું ત્રીજું અઠવાડિયું, તેલ ક્ષેત્રો પર ખતરો, શું મધ્ય પૂર્વમાં મોટો સંઘર્ષ ફાટી નીકળશે?

Follow Us
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
g clip-path="url(#clip0_868_265)">