AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં, જુઓ Video

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2026 | 8:48 PM
Share

રાજકોટ મનપામાં ભાજપની પ્રચંડ બહુમતી બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. 10 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની અપેક્ષા છે.

રાજકોટમાં આગામી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આગામી 10 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની અપેક્ષા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 72 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) એ 65 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. આ સંજોગોમાં મેયર પદ માટે મહિલા ઉમેદવારની પસંદગી થશે કે પુરુષ ઉમેદવારની, તેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

મેયર પદ માટે કેટલાક સંભવિત નામો ચર્ચામાં છે. જેમાં લેવા પાટીદાર ચહેરા તરીકે કેતન પટેલનું નામ મોખરે છે. એડવોકેટ અને બ્રહ્મ સમાજમાંથી આવતા પરેશ ઠાકરની પસંદગી પણ થઈ શકે છે. સાંસદ પરષોત્તમ રૂપાલાના નજીકના ગણાતા મનીષ ભટ્ટનું નામ પણ રેસમાં છે. વરિષ્ઠ લેવા પાટીદાર આગેવાન દિલીપ લુણાગરિયા અને પૂર્વ ડેપ્યુટી મેયર તથા ક્ષત્રિય સમાજના ચહેરા નરેન્દ્રસિંહ જાડેજા પણ મેયર પદના દાવેદાર ગણાઈ રહ્યા છે. પૂર્વ મેયર અને સ્વચ્છ છબી ધરાવતા ઓબીસી ચહેરા પ્રદીપ ડવનું નામ પણ ચર્ચામાં છે.

Rajkot Mayoral Race Intensifies Key Candidates and Community Representation in Discussion

આ ઉપરાંત, ભૂતકાળમાં લોહાણા સમાજની નારાજગીને ધ્યાનમાં રાખીને, ડેપ્યુટી મેયર પદ માટે લોહાણા મહિલાને સ્થાન આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. રાજકોટના રાજકારણમાં આ તમામ નામો પર સૌની નજર ટકેલી છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 7 શહેરોમાં 40 ડિગ્રી પાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">