AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Exit Polls 2026: આસામમાં ફરી ખીલશે કમળ ? એક્ઝિટ પોલમાં ભાજપની બમ્પર જીતનો અંદાજ; કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે સત્તાની તક

આસામમાં 85 ટકાથી વધુ મતદાન બાદ હવે એક્ઝિટ પોલના પરિણામોએ બધાને ચોંકાવ્યા છે. શું કોંગ્રેસ ભાજપના વિજય રથને રોકી શકશે? જાણો શું કહે છે આંકડા.

Assam Exit Polls 2026: આસામમાં ફરી ખીલશે કમળ ? એક્ઝિટ પોલમાં ભાજપની બમ્પર જીતનો અંદાજ; કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે સત્તાની તક
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 29, 2026 | 8:23 PM
Share

આસામ વિધાનસભાની તમામ 126 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર 4 મેના રોજ આવનારા પરિણામો પર છે. પરંતુ તે પહેલા જારી થયેલા એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. 2.50 કરોડ મતદારોના ભારે ઉત્સાહ બાદ જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, તે આસામમાં ફરી એકવાર ભાજપ ગઠબંધનની સરકાર બનવાના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.

એક્ઝિટ પોલના આંકડા: કોને કેટલી બેઠકો?

  • વિવિધ એજન્સીઓના સર્વે મુજબ આસામમાં ભાજપ ગઠબંધન બહુમતીના આંકડાને આસાનીથી પાર કરતું દેખાઈ રહ્યું છે.
  • MATRIZE એક્ઝિટ પોલ: ભાજપ ગઠબંધનને 85-95 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 25-32 બેઠકો મળી શકે છે.
  • AXIS MY INDIA: આ પોલ મુજબ ભાજપ 100 બેઠકો સુધી પહોંચી શકે છે, જ્યારે કોંગ્રેસ 24-36 બેઠકો પર સમેટાઈ શકે છે.
  • વોટ શેર: ભાજપ ગઠબંધનને અંદાજે 45.5 ટકા અને કોંગ્રેસને 39.8 ટકા વોટ મળવાની શક્યતા છે.

મહિલા મતદારોનો મિજાજ

આસામમાં આ વખતે મહિલા મતદારોએ પરિવર્તન કે પુનરાવર્તન માટે મોટું યોગદાન આપ્યું હોય તેમ જણાય છે. એક્ઝિટ પોલ મુજબ ૫૫ ટકા મહિલાઓએ ભાજપ ગઠબંધન પર ભરોસો વ્યક્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 37 ટકા મહિલાઓના વોટ મળ્યા હોવાનો અંદાજ છે.

શું કહે છે અન્ય સર્વે?

ચાર્ટમાં દર્શાવ્યા મુજબ, ‘VoteVibe’ અને ‘JVC’ જેવા સર્વે પણ ભાજપને 90 થી 100 જેટલી બેઠકો આપી રહ્યા છે. જોકે, ‘People’s Pulse’ ના સર્વેમાં ભાજપને 68-72 બેઠકો સાથે થોડી ઓછી લીડ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આસામમાં 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં થયેલા શાંતિપૂર્ણ મતદાન બાદ હવે 4 મેના રોજ સત્તાવાર રીતે ખબર પડશે કે આસામની જનતાએ ખરેખર કોના શિરે તાજ મૂક્યો છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થશે, તો આસામમાં ભાજપનો દબદબો યથાવત રહેશે.

બંગાળમાં સત્તા પલટના એંધાણ! એક્ઝિટ પોલમાં ભાજપને 175 બેઠકોનું અનુમાન, TMCમાં ફફડાટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">