AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Exit Poll 2026 : બંગાળમાં ભાજપ સરકાર બનવાની શક્યતા, TMC ને પતનનો કરવો પડી શકે, જાણો 5 રાજ્યોમાં કોની બનશે સરકાર

વિધાનસભા ચૂંટણી બાદ બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને ફાયદો થઈ શકે છે, જ્યારે કેરળ, તમિલનાડુ અને આસામમાં પણ વિવિધ ગઠબંધનો માટે જુદા જુદા અંદાજ સામે આવ્યા છે.

Assembly Election Exit Poll 2026 : બંગાળમાં ભાજપ સરકાર બનવાની શક્યતા, TMC ને પતનનો કરવો પડી શકે, જાણો 5 રાજ્યોમાં કોની બનશે સરકાર
| Updated on: Apr 29, 2026 | 6:58 PM
Share

વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે તમામની નજર એક્ઝિટ પોલના અંદાજો પર છે, જે મતદાન પછીની જનભાવનાનો પ્રાથમિક ઇશારો આપે છે. જો કે, આ માત્ર અંદાજ છે અને અંતિમ પરિણામો 4 મેના રોજ જાહેર થશે.

એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને વધતી સપોર્ટ મળી રહી હોવાનું જણાઈ રહ્યું છે. કેટલીક સર્વે એજન્સીઓએ સૂચન કર્યું છે કે અહીં ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં આવી શકે છે, જ્યારે ટીએમસીને પડકારનો સામનો કરવો પડી શકે છે.

કેરળની વાત કરીએ તો પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ અનુસાર યુડીએફને 66 થી 76 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે એલડીએફ 58 થી 68 બેઠકો સુધી સીમિત રહી શકે છે. ભાજપને અહીં 10 થી 14 બેઠકો મળવાનો અંદાજ છે અને અન્ય પક્ષોને 0 થી 1 બેઠક મળી શકે છે.

તમિલનાડુમાં DMK+ ગઠબંધન આગળ રહેતું દેખાઈ રહ્યું છે. પીપલ્સ ઇનસાઇટ મુજબ DMK+ ને 120 થી 140 બેઠકો મળી શકે છે, જ્યારે AIADMK+ ગઠબંધનને 60 થી 70 બેઠકો મળવાની ધારણા છે. TVK માટે 30 થી 40 બેઠકોનો અંદાજ છે અને અન્ય પક્ષોને 0 થી 4 બેઠકો મળી શકે છે.

આસામમાં ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ મુજબ ભાજપને 88 થી 96 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 30 થી 34 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય પક્ષોને 2 થી 4 બેઠકો મળી શકે છે.

West Bengal Elections 2026 : દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં લાઠીચાર્જ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">