AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ, ભાજપ માટે 2027નો મજબૂત પાયો રચ્યો છેઃ જીતુ વાઘાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોનુ વિશ્લેષણ કરતા ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, મહાનગરપાલિકાઓમાં ભાજપે 89.75% બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતોમાં 81.83%, નગરપાલિકાઓમાં 75.76 % અને તાલુકા પંચાયતોમાં 70.19% બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર સમેટાઈ ગયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ, ભાજપ માટે 2027નો મજબૂત પાયો રચ્યો છેઃ જીતુ વાઘાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2026 | 7:44 PM
Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતની આંકડાકીય વિગતો આપતા ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં ભાજપે 89.75% બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર સમેટાઈ ગયા છે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતોમાં 81.83%, નગરપાલિકાઓમાં 75.76 % અને તાલુકા પંચાયતોમાં 70.19% બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ સરેરાશમાં 74.96% બેઠકો પર ભાજપની જીત થઈ છે, જે દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી ભાજપનો વિશ્વાસ પહોંચ્યો છે.

ચૂંટણી દરમિયાન વિપક્ષો દ્વારા કરવામાં આવેલા ભ્રામક પ્રચારો અને અભદ્ર ભાષાના પ્રયોગની સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ કડક ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ગુજરાતે પહેલીવાર જોયું કે વિપક્ષે અત્યંત હલકી કક્ષાની ભાષા અને અભદ્ર ટિપ્પણીઓનો સહારો લીધો, જે ગુજરાતના સંસ્કારો નથી. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ગુજરાતને બદનામ કરવાના કાવતરા રચ્યા, અનાજના ટ્રાન્સપોર્ટેશન અને ટીપી સ્કીમો બાબતે ભ્રામક જૂઠાણાં ફેલાવ્યા, તેને જનતાએ મતો દ્વારા સણસણતો જવાબ આપ્યો છે.

જીતુ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષો ‘મજબૂત વિકલ્પ’ બનવાની અને ‘વોટ શેર’ વધારવાના બણગા ફૂંકીને પોતાની હાર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક ચૂંટણી બાદ “પન્નો ટૂંકો પડ્યો”ના બહાના કાઢતા વિપક્ષે સ્વીકારી લેવું જોઈએ કે, તેઓ ચૂંટણી જીતવા માટે નહીં પણ માત્ર અસ્તિત્વ ટકાવવા લડી રહ્યા છે. તેમણે વિપક્ષને પરાજય સ્વીકારવા અને નકારાત્મકતા છોડી જનતાના હિતમાં સકારાત્મક અને રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

લોકગાયક કિર્તીદાન ગઢવી વિવાદમાં : યુવકને ગોંધી રાખી માર મારવાના આક્ષેપ મુદ્દે હાઇકોર્ટે ગઢવી અને SP સહિતના અધિકારીઓને ફટકારી નોટિસ

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">