AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KSBKBT 2માં તુલસીના પૌત્રની એન્ટ્રી થઈ, 50 વર્ષીય સ્મૃતિ ઈરાનીનો 51 વર્ષનો પૌત્ર !

સ્મૃતિ ઈરાનીના શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે, અને નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જોકે, આ ટીઝર જોયા પછી, ચાહકો માથું ખંજવાળવા લાગ્યા છે. તુલસીના પૌત્રની શોમાં એન્ટ્રી થઈ ગઈ છે, જેનાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.

KSBKBT 2માં તુલસીના પૌત્રની એન્ટ્રી થઈ, 50 વર્ષીય સ્મૃતિ ઈરાનીનો 51 વર્ષનો પૌત્ર !
| Updated on: Apr 29, 2026 | 4:04 PM
Share

સ્મૃતિ ઈરાનીનો શો ક્યોકિ સાસ ભી કભી બહુ થી હાલમાં ટી આરપીમાં ટોપ પર છે. શોમાં અવાર-નવાર ટ્વિસ્ટ આવતા રહે છે. ચાહકોને આ શો ખુબપસંદ છે. આ શો જ્યારથી શરુ થયો ત્યારથી ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હવે આ વચ્ચે શોમાં એક નવી એન્ટ્રી થઈ છે. જેનાથી ચાહકો નિરાશ છે. ક્યોકિ સાસ ભી કભી બહુ થી 2માં હવે તુલસીનો દીકરો અંશ ગુજરાલના દીકરાની એન્ટ્રી થઈ છે. જેને જોઈ ચાહકો માંથુ ખંજવાળવા લાગ્યા છે. સીરિયલની પહેલી સીઝનમાં અંશ ગુજરાલની ભૂમિકા આકાશદીપ સહગલે નિભાવી હતી. હવે તેનો દીકરો રિયોના પાત્રમાં સીઝન 2માં એન્ટ્રી થઈ છે. જેને જોઈ ચાહકો ખુશ નથી.

51 વર્ષનો પૌત્ર અને 50 વર્ષની દાદી!

સીરિયલમાં જ્યારે આકાશ દીપ સહગલની ઝલક જોવા મળી તો ચાહકોને લાગ્યું કે, અંશના પાત્રમાં પરત ફરશે પરંતુ તેમણે અંશનો દીકરો તુલસીના પૌત્રનું પાત્ર ભજવી એન્ટ્રી કરી છે. જેનાથી ચાહકો ખુશ નથી. ચાહકો એકતા કપૂરનો શોના કાસ્ટિંગને લઈ નારાજ છે. તુલસીનું પાત્ર નિભાવી રહેલી સ્મૃતિ ઈરાનીની ઉંમર 50 વર્ષ છે. જ્યારે આકાશદીપ સહગલ 51 વર્ષનો છે. ટુંકમાં આકાશદીપ પોતાની ઓનસ્ક્રીન દાદીથી 1 વર્ષ મોટો છે. ઉંમરના કારણે ચાહકોએ શોના કાસ્ટિંગ એક્તા કપૂરની કલાકારોને લઈ સવાલો ઉઠાવ્યા છે. તેમજ ટ્રોલ પણ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

ચાહકો નારાજ થયા

“ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2” ના ટ્રેલરમાં તુલસી શાંતિનિકેતનની બહાર ઉભી છે અને કરણને તેના લગ્નેત્તર સંબંધો માટે ઠપકો આપે છે, અને પછી તેને થપ્પડ મારે છે. જ્યારે તે ફરીથી કરણને મારવા જતી હોય છે, ત્યારે એક વ્યક્તિ તેનો હાથ પકડી લે છે. આ માણસ બીજું કોઈ નહીં પણ અંશનો પુત્ર રિયો છે, જે બિલકુલ અંશ જેવો દેખાય છે. તુલસી આ જોઈને ચોંકી જાય છે, કારણ કે તેણે જ સીઝન 1 માં તેના પુત્રને ગોળી મારી હતી. જોકે, ચાહકો આકાશદીપને રિયો તરીકે કાસ્ટ કરવાથી નાખુશ છે, કારણ કે તેઓ તેને ભૂમિકા માટે ખૂબ વૃદ્ધ માને છે. આ જ કારણ છે કે ચાહકો નિર્માતાઓ પાસે આ ભૂમિકા માટે યુવાન અભિનેતાને કાસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે.

“ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2” ના કલાકારોની ઉંમર વિશે વાત કરીએ તો, તુલસી વિરાણીનું પાત્ર ભજવનાર સ્મૃતિ ઈરાની 50 વર્ષની છે અને મિહિર વિરાણીનું પાત્ર ભજવનાર અમર ઉપાધ્યાય 49 વર્ષના છે. તુલસી અને મિહિરના પુત્ર કરણ વિરાણીનું પાત્ર ભજવનાર હિતેન તેજવાની 52 વર્ષનો છે. આનો અર્થ એ થયો કે તે તેના ઓનસ્ક્રીન માતાપિતા બંને કરતા મોટો છે અને તેની પત્ની નંદિનીનું પાત્ર ભજવનાર ગૌરી પ્રધાન 48 વર્ષની છે.

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના સેટ પર સ્મૃતિ ઈરાનીની કસુવાવડ થઈ હતી, જાણો તેના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">