આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાંથી જે પરિણામો આવ્યા તે ભાજપ માટે રાહતના સમાચાર લઈને આવ્યા. શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે તેવુ આ પરિણામો પરથી કહી શકાય. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. જેમાં નવી બનેલી 9 મહાનગરપાલિકામાં પણ જનતાએ ભાજપ પર જ વિશ્વાસ મુક્યો,તો 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે EVM સુધી નથી પહોંચ્યો આ તમામ નવી મહાનગરપાલિકાઓમાં ભાજપ બે તૃત્રાંશ બહુમતી મેળવવામાં સફળ રહી હતી.,.જેમાં નવસારીમાં તો મનપાની પ્રથમ ચૂંટણીમાં જ ભગવો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એટલુ જ નહીં 11 એવી મહાનગરપાલિકાઓ છે.જ્યાં આમ આદમી પાર્ટીને શહેરી જનતાઓ જાકારો આપ્યો.,.,11 મનપામાં આપ ખાતુ ખોલવામાં પણ સફળ ના રહી.જ્યારે કોંગ્રેસે પોતાના વોટશેરમાં વધારો કર્યો છે.જે આગામી વિધાનસભામાં ચૂંટણીમાં તેમના કારણે ફાયદો પણ થઈ શકે છે