AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળમાં સત્તા પલટના એંધાણ! એક્ઝિટ પોલમાં ભાજપને 175 બેઠકોનું અનુમાન, TMCમાં ફફડાટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સૌની નજર એક્ઝિટ પોલના આંકડાઓ પર ટકેલી છે. એવામાં ચાલો જાણીએ કે, એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યા છે.

બંગાળમાં સત્તા પલટના એંધાણ! એક્ઝિટ પોલમાં ભાજપને 175 બેઠકોનું અનુમાન, TMCમાં ફફડાટ
| Updated on: Apr 29, 2026 | 7:53 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કામાં આજે 7 જિલ્લાની 142 બેઠકો પર રસાકસીભર્યું મતદાન થઈ ગયું છે, જેમાં કોલકાતા અને દક્ષિણ બંગાળ જેવા મમતા બેનર્જીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ હાઈ-વોલ્ટેજ જંગમાં કુલ 1448 ઉમેદવારોના ભાવિનો ફેંસલો 3.22 કરોડથી વધુ મતદારો કરી રહ્યા છે, જ્યારે સુરક્ષા માટે પેરા મિલિટરી ફોર્સની 2,343 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ, આ વખતે બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

PMARQ નું અનુમાન શું?

PMARQ ના અનુમાન અનુસાર ભાજપ 150 થી 175 બેઠકો સાથે સત્તાના શિખરે પહોંચી શકે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 118 થી 138 બેઠકો પર સમેટાઈ શકે છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચેની આરપારની લડાઈ પર સૌની નજર છે, કારણ કે વર્ષ 2021માં આ જ વિસ્તારોમાં TMCએ 123 બેઠકો જીતીને એકતરફી વિજય મેળવ્યો હતો.

શું વામપંથી પોતાનું ખાતું ખોલી શકશે?

પીપલ્સ પલ્સ (Peoples Pulse) એક્ઝિટ પોલના આંકડા સંકેત આપી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ રહી છે. આ સર્વે મુજબ બેઠકોનું અનુમાન નીચે મુજબ છે:

  1. તૃણમૂલ કોંગ્રેસ (TMC): 117 થી 187 બેઠકો
  2. ભાજપ (BJP): 95 થી 110 બેઠકો
  3. કોંગ્રેસ: 1 થી 3 બેઠકો
  4. અન્ય પક્ષો: 0 થી 1 બેઠક

મેટ્રિઝના બૂથ રિટર્ન સર્વેમાં કેટલી બેઠક?

મેટ્રિઝના એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, પશ્ચિમ બંગાળમાં ભાજપ 146 થી 161 બેઠકો જીતી શકે છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 125 થી 140 બેઠકો જીતી શકે છે. અન્ય પક્ષોના ફાળે 6 થી 10 બેઠકો જઈ શકે છે.

પ્રજા પોલ્સ (Praja Polls) ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં બેઠકોનું અનુમાન નીચે મુજબ છે:

  • તૃણમૂલ કોંગ્રેસ (TMC): 85 થી 110 બેઠકો
  • ભાજપ (BJP): 178 થી 208 બેઠકો
  • અન્ય: 0 થી 5 બેઠકો

4 મે ના રોજ જાહેર થનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે, બંગાળમાં મમતા બેનર્જીની સત્તા ટકશે કે પછી ભાજપ ‘પરિવર્તન’ લાવવામાં સફળ રહેશે?

West Bengal Elections 2026 : દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં લાઠીચાર્જ

Follow Us
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
g clip-path="url(#clip0_868_265)">