દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી છે. ખંભાળિયા પાલિકા વોર્ડ-1માં જીતનો જશ્ન એટલો ભવ્ય રહ્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જીતની ખુશીમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખંભાળિયા પાલિકા વોર્ડ-1માં ભાજપના ઉમેદવાર લખુ ચાવડાની જીત બાદ સમર્થકોએ અનોખી રીતે ઉજવણી કરી. કાર્યકરોએ ઉમેદવાર પર સોના અને ચાંદી જેવી દેખાતી નોટોનો વરસાદ કર્યો, જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો. આ દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઉજવણી દરમિયાન સમર્થકોએ સોના-ચાંદીની નોટોને હવામાં ઉડાવીને જીતનો જશ્ન મનાવ્યો. આ અનોખી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્તરે આ રીતે ઉજવણી થવી ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. પાલિકાના વોર્ડ-1માં ફરી એકવાર ભાજપનો કેસરિયો લહેરાતા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જીત બાદ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જે ભાજપની મજબૂત હાજરીને દર્શાવે છે.