AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરા SSG હોસ્પિટલમાં ઘોર બેદરકારી, કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જતા પરિવારનો રોષ, જુઓ Video

વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ભારે વિવાદ ઊભો થયો છે. એક વૃદ્ધાના નિધન બાદ પરિવારજનોએ મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખ્યો હતો, કારણ કે મૃતકનો બીજો પુત્ર અમેરિકાથી પરત આવ્યા બાદ અંતિમવિધિ કરવાની યોજના હતી. પરંતુ પરિવારજનો જ્યારે મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી સ્થિતિ સામે આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2026 | 2:08 PM
Share

વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ભારે વિવાદ ઊભો થયો છે. એક વૃદ્ધાના નિધન બાદ પરિવારજનોએ મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખ્યો હતો, કારણ કે મૃતકનો બીજો પુત્ર અમેરિકાથી પરત આવ્યા બાદ અંતિમવિધિ કરવાની યોજના હતી. પરંતુ પરિવારજનો જ્યારે મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી સ્થિતિ સામે આવી.

પરિવારના આક્ષેપ મુજબ મૃતદેહ શરૂઆતમાં કોલ્ડ રૂમના E1 યુનિટમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જાણ કર્યા વગર B3 યુનિટમાં ખસેડાયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળ્યો, જેના કારણે પરિવારજનો મૃતદેહ ઘરે લઈ જઈ શકે તેવી સ્થિતિ પણ રહી નથી. આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પરિજનોએ ન્યાયની માગ કરી

મૃતકના પુત્રએ ગંભીર આરોપ લગાવ્યો કે મૃતદેહ મૂકાયો ત્યારે તેનું વજન આશરે 50 કિલો હતું, જ્યારે હવે સ્થિતિ એવી બની છે કે મૃતદેહ 150 kg નો થઈ ગયો છે. પરિવારજનોએ યોગ્ય તકેદારી ન રાખવાના આરોપ સાથે ન્યાયની માંગ કરી છે.

આ ઘટનાના પગલે હોસ્પિટલમાં પરિવારજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. વિવાદ બાદ પોસ્ટમોર્ટમ રૂમનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો અને અન્ય મૃતદેહોના પોસ્ટમોર્ટમનો ઈન્કાર કર્યો. સ્થિતિ ગંભીર બનતા કેટલાક મૃતદેહોને SSG હોસ્પિટલથી ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Braking News: VNSGUમાં પરીક્ષામાં બની હાઈટેક ચોરીની ઘટના, પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા પકડાયા વિદ્યાર્થી

Follow Us
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
g clip-path="url(#clip0_868_265)">