નેમાર (Neymar) ની ગણતરી હાલના સમયના મહાન ફૂટબોલરોમાં થાય છે. પરંતુ વર્લ્ડ કપ ટ્રોફીમાં તેમનો હિસ્સો આવવાનો બાકી છે. બ્રાઝિલ તરફથી રમનાર આ ખેલાડીએ બે ફિફા વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ અત્યાર સુધી ટાઇટલ જીત તેની પાસે આવી નથી. હવે નેમારે સ્વીકાર્યું છે કે કતારમાં 2022 ફિફા વર્લ્ડ કપ (Fifa World Cup-2022) તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. કારણ કે રમતમાં કામના ભારને કારણે તેમના શરીર અને મન પર ભારે અસર પડી છે. 2014 અને 2018 વર્લ્ડ કપમાં બ્રાઝિલની સફર સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઇ હતી.
વર્લ્ડ કપને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને નેમાર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને આગળ વધારવાના મૂડમાં નથી. હવે તે 2026 ના વર્લ્ડ કપ સુધી રમવા માંગતો નથી. નેમારે DAZN’s ની ડોક્યુમેન્ટરી Neymar & The Line Of Kings માં આ અંગે વાત કરી છે.
તેણે કહ્યું, મને લાગે છે કે આ મારો છેલ્લો વર્લ્ડ કપ છે. હું તેને મારા છેલ્લા વર્લ્ડ કપ તરીકે જોઉં છું. કારણ કે મને ખબર નથી કે મારી પાસે ફૂટબોલ સામે લડવાની માનસિક શક્તિ છે કે નહીં. તેથી હું હંમેશા સારું રમવા માટે બધું જ કરીશ. હું મારા દેશને જીત અપાવવા માટે બધું કરી છુટીશ. હું મારા બાળપણના સૌથી મોટા સ્વપ્નને હાંસલ કરવા માટે તે બધું કરીશ. મને આશા છે કે હું આ કરી શકું છું.
“I don’t know if I have the strength of mind to deal with football any more.”
Neymar expects the 2022 World Cup will be his last 🏆
Watch Neymar & The Line Of Kings now exclusively on DAZN https://t.co/uhtjETVSyP pic.twitter.com/Dyl4rDEHce
— Goal (@goal) October 10, 2021
નેમારે પોતાનો પ્રથમ વર્લ્ડકપ તેના હોમ ગ્રાઉન્ડ પર રમ્યો હતો. તેણે 2014 ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જે બ્રાઝિલમાં રમાયો હતો અને તે તેનો પહેલો વર્લ્ડ કપ હતો. તે સમયે નેમાર સ્પેનની દિગ્ગજ ક્લબ બાર્સિલોના તરફથી રમતો હતો. બ્રાઝિલની ટીમ ઘરઆંગણે વર્લ્ડકપનું ટાઇટલ જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.
તેણે છેલ્લો વર્લ્ડ કપ 2002 માં જીત્યો હતો. ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ નીકળી ગઈ હતી. બ્રાઝીલે ચિલીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ અંતિમ-8 મેચમાં બ્રાઝિલનો સામનો કોલંબિયા સાથે થયો હતો. આ મેચમાં નેમારના પગમાં ફ્રેક્ચર થયું હતું. જો કે, ટીમ જીતી અને સેમિફાઇનલમાં પહોંચી. પરંતુ સેમીફાઇનલમાં જર્મનીએ બ્રાઝિલને હરાવ્યું.
ચાર વર્ષ પછી, નેમારનો પ્રયાસ તેની ટીમને વર્લ્ડકપ અપાવવાનો હતો. સ્થળ રશિયા હતું. 2018 માં રમાયેલા આ વર્લ્ડ કપ પહેલા નેમાર ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તે ફિટ થઈ ગયો અને વર્લ્ડ કપ માટે તૈયાર થઈ ગયો હતો. પરંતુ તે પોતાની ટીમને ક્વાર્ટર ફાઇનલથી આગળ ના લઇ જઇ શક્યો. આ સાથે તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું.