Bajrang Punia એ બોલાત તુરલિખાનોવ કપમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો, અમને ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો

TV9 GUJARATI

|

Updated on: Jun 06, 2022 | 8:17 AM

અમને (Aman) આ સિઝનમાં ત્રીજો મેડલ જીત્યો છે. અગાઉ તેણે ડેન કોલોવમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તેણે યાસર ડોગુમાં બ્રોન્ઝ જીત્યો હતો.

Bajrang Punia એ બોલાત તુરલિખાનોવ કપમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો, અમને ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો
Bajrang Punia એ આ પહેલા હાર મેળવી હતી

Follow us on

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા (Bajrang Punia) એ અલ્માટીમાં આયોજિત બોલાત તુર્લીખાનોવ કપ (Bolat Turlykhanov Cup) માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શરૂઆતમાં વધારે સંરક્ષણાત્મક વ્યૂહરચના અપનાવવાને કારણે બજરંગ પ્રથમ મેચ હારી ગયો હતો, પરંતુ રવિવારે તેણે બ્રોન્ઝ જીતીને વાપસી કરી હતી. તે જ સમયે, અમને (Aman) પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને 57 કિગ્રા વર્ગમાં સિનિયર લેવલ પર પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. બજરંગે 65 કિગ્રાની શરૂઆતની મેચમાં ઉઝબેકિસ્તાનના એબોસ રખમોનોવ સામે સંઘર્ષ કર્યો અને 3-5થી હારી ગયો.

ત્યારબાદ બજરંગે બ્રોન્ઝ મેડલ માટે પ્લે-ઓફમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ચતુરાઈપૂર્વક કઝાકિસ્તાનના રિફાત સાઈબોતાલોવ સામે વળતા હુમલા પર પોઈન્ટ એકત્રિત કર્યા અને 7-0થી જીત નોંધાવી. બજરંગે સાયબોતાલોવ પર તેના જમણા પગથી હુમલો કર્યો અને પછી તેના વળતા હુમલામાં બે પોઈન્ટ મેળવ્યા. 28 વર્ષીય કુસ્તીબાજએ ડાબા-પગના હુમલાને પોઈન્ટમાં ફેરવ્યો અને પછી ઘરના મજબૂત દાવેદારના બીજા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. બજરંગ તેની હિલચાલમાં ખૂબ જ ઝડપી હતો જેમાં રક્ષણાત્મકતા અને આક્રમકતાનું યોગ્ય સંતુલન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો.

રક્ષણાત્મક વલણનુ વેઠવુ પડ્યુ નુકશાન

અગાઉ, જોકે, તેણે રખમોનોવ સામે ખૂબ રક્ષણાત્મક હોવાનો માર સહન કરવો પડ્યો હતો. બજરંગને બે પોઈન્ટ મળ્યા જ્યારે તેના વિરોધીને બે વખત ફાઉલ પ્લે માટે ચેતવણી આપવામાં આવી હતી. ઉઝબેકિસ્તાનના કુસ્તીબાજએ ડાબા પગના હુમલા પર ભારતીય કુસ્તીબાજના ટેકડાઉન (નિચે પાડીને) પર બે પોઈન્ટ મેળવી સ્કોર સરભર કર્યો. રખમોનોવની નિષ્ક્રિયતાથી ભારતીય કુસ્તીબાજને વધુ એક પોઈન્ટ મળ્યો અને પછી તેણે લીડ મેળવી. પરંતુ મેચ પુરી થવાના છ સેકન્ડ પહેલા તે થોડો બેદરકાર બની ગયો હતો.

બજરંગે તેને આસાનીથી લીધું હોય તેવું લાગ્યું અને તેણે વિચાર્યું કે રેફરીએ મેચને રોકવા માટે સીટી વગાડી હતી પરંતુ રખમોનોવે પગ વડે પ્રહાર કરવાની તકનો લાભ લીધો અને આખરે નિર્ણાયક બે પોઈન્ટ મેળવ્યા. બાદમાં રખમોનોવ ફાઇનલમાં પહોંચ્યો અને બજરંગને બ્રોન્ઝ મેડલ માટે રમવાની તક આપી.

અમને પ્રથમ ગોલ્ડ જીત્યો

તે જ સમયે, છત્રસાલ સ્ટેડિયમમાં ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા સાથે તાલીમ લેનાર અમન 57 કિગ્રામાં પ્રભાવિત થયો હતો. તેણે શરૂઆતની મેચમાં મેરામ્બેક કાર્તબે સામે 15-12ની જીત સાથે શરૂઆત કરી અને પછી અબ્દિમલીક કારાચોવ સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી. અમાને તેની અંતિમ મેચમાં કઝાકિસ્તાનના મેરે બજારબાઈવને 10-9થી હરાવીને પાંચ કુસ્તીબાજની શ્રેણીમાં એકપણ મેચ ન હારી અને ગોલ્ડ મેડલ જીત્યો. અમનનો આ સિઝનનો ત્રીજો મેડલ છે. તેણે ડેન કોલોવમાં સિલ્વર અને યાસર ડોગુમાં બ્રોન્ઝ જીત્યો હતો.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati