IPL 2021 Orange Cap: ટોપ-5 માં પહોંચ્યો ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન હજુ પણ ટોચ પર

|

Sep 20, 2021 | 7:22 AM

IPL માં દરેક સીઝનના અંતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ (Orange Cap) આપવામાં આવે છે. જ્યારે સિઝનમાં તેના હકદાર બદલાય છે.

IPL 2021 Orange Cap: ટોપ-5 માં પહોંચ્યો ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન હજુ પણ ટોચ પર
Ruturaj Gaikwad

Follow us on

IPL 2021 ની બીજી સીઝન દુબઈમાં ફરી શરૂ થઈ છે. BCCI એ આ વર્ષે ભારતમાં લીગનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. લીગની શરૂઆત માર્ચમાં થઈ હતી. જોકે, 29 મેચ બાદ કોરોનાને કારણે લીગ સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લીગ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ચાહકોની ખુશીનો કોઈ પાર નહોતો. BCCI એ છેલ્લી વખતની જેમ UAE માં બીજો તબક્કો યોજવાનું નક્કી કર્યું.

બીજા તબક્કાની શરૂઆત સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તેમજ બેટ્સમેનો વચ્ચે ઓરેન્જ કેપ (Orange Cap) માટેની રેસ શરૂ થઈ ગઈ છે. ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે. દરેક મેચ બાદ આ કેપની સ્થિતિ બદલાતી રહે છે. દરેક મેચ બાદ જે ખેલાડી આ યાદીમાં પ્રથમ સ્થાને હોય છે, મેચ બાદ આ કેપ તેના માથા પર હોય છે. પોઇન્ટ ટેબલની રેસ જેટલી રોમાંચક અને ઉતાર ચઢાવ ભરેલી હોય છે, એવુ જ ઓરેન્જ કેપનુ હોય છે.

ઓરેન્જ કેપ માટે રેસ મજાની રહી

ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલ પાસે હતી. તેણે 14 મેચ રમી હતી અને જેમાં તેણે 670 રન બનાવ્યા હતા. તે આ વખતે પણ રેસમાં જળવાઈ રહ્યો છે. તેના સિવાય દિલ્હી કેપિટલ્સના શિખર ધવન, ચેન્નાઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસનો પણ સમાવેશ થાય છે. બીજા તબક્કાની પ્રથમ મેચ બાદ ઓરેન્જ કેપના ટોપ-5 માં ફેરફાર થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ટોપ-5 માં આવ્યો છે. તેણે મુંબઈ ઈન્ડીયન્સ સામે અણનમ 88 રનની ઈનિંગ રમી હતી. શિખર ધવન પ્રથમ સ્થાને રહ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ ઓરેન્જ કેપ્સની યાદી છે

1) શિખર ધવન, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચ, 380 રન
2) કેએલ રાહુલ, પંજાબ કિંગ્સઃ 7 મેચ, 331 રન
3) ફાફ ડુ પ્લેસિસ, ચેન્નઈ સુપર કિંગ્સઃ 8 મેચમાં 320 રન
4) પૃથ્વી શો, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચમાં 308 રન
5) ઋતુરાજ ગાયકવાડ, ચેન્નઈ સુપર કિંગ્સઃ 8 મેચ 284 રન

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી નવ વર્ષ RCB ના કેપ્ટન પદે રહ્યો પરંતુ એક વાર પણ ટ્રોફી પોતાના હાથમાં ઉંચકી શક્યો નહી, માંડ ત્રણ વાર પ્લેઓફમાં પહોંચ્યો

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સર સામે મુંબઇની 20 રને હાર, સૌરભ તિવારીની અણનમ ફીફટી એળે ગઇ, બ્રાવોની 3 વિકેટ

 

 

Next Article