IND Vs NZ Final : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના મુશ્કેલ સમયમાં વિરાટ કોહલીએ ધારણ કર્યું કેપ્ટનનું રૂપ ! વીડિયો વાયરલ

|

Mar 09, 2025 | 5:22 PM

IND Vs NZ Final Match : ફાઈનલમાં વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી હોવાની ચર્ચા થઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા સાથે ફિલ્ડિંગ સેટઅપ કરી અને વિકેટ મેળવી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

IND Vs NZ Final : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના મુશ્કેલ સમયમાં વિરાટ કોહલીએ ધારણ કર્યું કેપ્ટનનું રૂપ ! વીડિયો વાયરલ

Follow us on

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ હાર્યા બાદ, ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા ઉતરી અને તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને પહેલી વિકેટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પછી અચાનક ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી. તેણે કેપ્ટન રોહિત શર્માને કેટલીક ટિપ્સ આપી અને ફિલ્ડિંગ થોડી કડક બનાવી.

રવિવારે (9 માર્ચ) ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થયો. આ ટાઇટલ મેચમાં, ટોસ હાર્યા બાદ, ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા આવી અને તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને પહેલી વિકેટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

ન્યુઝીલેન્ડની ટીમે 7 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 51 રન બનાવ્યા. અહીં ભારતીય ટીમ વિકેટ માટે સંઘર્ષ કરી રહી હતી, ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અચાનક ટીમની કમાન સંભાળી લીધી. તેણે કેપ્ટન રોહિત શર્માને કેટલીક ટિપ્સ આપી અને ફિલ્ડિંગ થોડી કડક બનાવી.

આ ઘટના કિવી ટીમની ઇનિંગની 7મી ઓવરમાં જોવા મળી હતી. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કોહલીએ ટીમની કમાન સંભાળતાની સાથે જ વિકેટોનો ધસારો શરૂ થઈ ગયો. ફિલ્ડિંગ સેટ કર્યા પછી ભારતને 7મી ઓવરના બીજા ઓવરમાં પહેલી સફળતા મળી.

8 મી ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રનો કેચ ડ્રોપ થયો. આ કેચ શ્રેયસ ઐયરે બાઉન્ડ્રી પર છોડ્યો. પરંતુ તે જ ઓવરના 5મા બોલ પર વરુણે વિલ યંગને LBW આઉટ કર્યો. આ પછી, 11મી ઓવરમાં, કુલદીપ યાદવે રચિનને ​​પેવેલિયન મોકલી દીધો. જ્યારે ૧૩મી ઓવરમાં કુલદીપે પોતે કેન વિલિયમસનની વિકેટ લીધી.

Next Article