AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar IPL 2022 Auction: દીપક ચહર બન્યો સૌથી મોંઘો બોલર, ધોનીની ટીમે આટલા કરોડ ખર્ચીને પોતાની સાથે જોડ્યો

Deepak Chahar Auction Price: દીપક ચહર જમણા હાથનો સ્વિંગ બોલર છે અને પાવરપ્લેમાં તેના આંકડા અદ્ભુત છે. તેણે તેની સ્લોગ ઓવરની બોલિંગમાં પણ સુધારો કર્યો છે.

Deepak Chahar IPL 2022 Auction: દીપક ચહર બન્યો સૌથી મોંઘો બોલર, ધોનીની ટીમે આટલા કરોડ ખર્ચીને પોતાની સાથે જોડ્યો
Deepak Chahar માત્ર 80 લાખમાં 2018માં ચેન્નાઇ સાથે જોડાયો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:01 PM
Share

આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં ઝડપી બોલર દીપક ચહર (Deepak Chahar) ને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPLની હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે તે CSKનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. IPL 2022 માટે તેને CSKમાં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ પૈસા મળશે. ધોનીને CSKએ 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. અગાઉ દીપક ચહરને CSK દ્વારા IPL 2018માં 80 લાખ રૂપિયામાં લેવામાં આવ્યો હતો. દીપક ચહરને આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં ખરીદવા માટે ટીમો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી. પરંતુ અંતે દીપક ચહર CSK ટીમનો ભાગ બની ગયો. દીપક ચહર સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે. તે ODI અને T20 ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સે તેના માટે સૌથી પહેલા બોલી લગાવવાની શરૂઆત કરી હતી. બંને ટીમ આ ખેલાડીને પોતાની સાથે લેવા મક્કમ હતી. પરિણામે, દીપક ચહરની કિંમત 10 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ બોલીમાં આવી હતી. ચેન્નાઈને ફરીથી રાજસ્થાન રોયલ્સ સાથે સ્પર્ધા કરવી પડી હતી. પરંતુ 14 કરોડના દાવ બાદ રાજસ્થાનની ટીમે પીછેહઠ કરી હતી.

દીપક ચહરે અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPLમાં હિસ્સો લીધો છે. તે 2018 થી CSK સાથે છે. અહીં તે મુખ્ય બોલર હતો અને તેણે 2018 અને 2021માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે 2018 પછી પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના પછી ટ્રેન્ટ બોલ્ટ આવે છે પરંતુ ચહર તેના કરતા 15 વિકેટ આગળ છે. CSKએ IPL 2018ની મેગા ઓક્શન માત્ર 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

2011 માં આઇપીએલ માં પ્રથમ વાર જોડાયો હતો દીપક

દીપક ચહર પહેલીવાર 2011માં IPLનો ભાગ બન્યો હતો. તે રૂ. 10 લાખની બેઝ પ્રાઇઝ સાથે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તે 2012 સુધી આ ટીમમાં રહ્યો પરંતુ તેને રમવાની તક મળી ન હતી. પછી થોડા વર્ષો સુધી, તે ઈજાને કારણે અદ્રશ્ય થઇ ગયો હતો. 2016માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ તેને પોતાની સાથે લઈ ગયો. અહીંથી દીપકનું નસીબ પલટાયુ હતુ. તેને અહીં વધારે તકો ન મળી પરંતુ એમએસ ધોની અને સ્ટીફન ફ્લેમિંગ તેની બોલિંગથી પ્રભાવિત થયા. પરિણામે, દીપક ચહર 2018ની મેગા હરાજીમાં CSKનો ભાગ બન્યો.

દીપક ચહરે આઈપીએલમાં અત્યાર સુધી 63 મેચ રમી છે અને 59 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી 7.8 છે અને તેની વિકેટ લેવાની એવરેજ 29.19 છે. તેની પાસે નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા પણ છે. ભારત માટે પણ દીપકે ટી20 ક્રિકેટમાં સારી રમત દેખાડી છે. તેણે 17 મેચમાં 23 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાત રનમાં છ વિકેટ છે.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: કૃણાલ પંડ્યાના કારણે એક સમયે દીપક હુડ્ડાએ ટીમ છોડી હતી, ‘જાની દુશ્મન’ એક ટીમમાં ફરી સાથે રમશે

આ પણ વાંચોઃ Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">