
T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાના યજમાનીમાં રમાશે. ગયા વખતની જેમ આ વખતે પણ કુલ 20 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ મોટી ટુર્નામેન્ટની તૈયારીઓ તેજ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે તે પહેલાથી જ નક્કી છે. હવે આ ટુર્નામેન્ટની સંભવિત તારીખો પણ બહાર આવી ગઈ છે. ખાસ વાત એ છે કે ફાઈનલ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, 2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે. આ સમય દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા પાંચ અને શ્રીલંકામાં બે સ્થળોએ મેચ રમાશે. જોકે, કઈ મેચ ક્યાં રમાશે તે હજુ નક્કી થયું નથી. ICC હજુ પણ સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે, જોકે તેણે સમયમર્યાદા નક્કી કરી છે અને ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોને પણ જાણ કરી દીધી છે.
T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચ ક્યાં રમાશે તે હજુ સુધી નક્કી થયું નથી. અહેવાલો અનુસાર, ફાઈનલ અમદાવાદ કે કોલંબોમાં યોજાશે, જે પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે કે નહીં તેના પર નિર્ભર છે. જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો આ મેચ ભારતમાં રમાશે નહીં. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે, બંને ટીમો એકબીજાના દેશોમાં રમી રહી નથી.
Next year’s men’s T20 World Cup is likely to take place from February 7 to March 8 in India and Sri Lanka, with the final to be held in Ahmedabad or Colombo
Full story: https://t.co/LImYpNQBGU pic.twitter.com/ZdkU91alcs
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025
અત્યાર સુધીમાં 15 ટીમો 2026 ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ અને ઈટાલીએ પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું છે. બાકીની 5 ટીમોમાંથી બે આફ્રિકા ક્વોલિફાયરમાંથી અને ત્રણ એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી આવશે.
આ ટુર્નામેન્ટ 2024 T20 વર્લ્ડ કપ જેવા જ ફોર્મેટમાં રમાશે. 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ દરેક ગ્રુપમાંથી 2 ટીમો સુપર-8 માટે ક્વોલિફાયર થશે. ત્યારબાદ નોકઆઉટ મેચ રમાશે.
આ પણ વાંચો: ICC Rule Book EP 40 : Timed Out – ક્રિકેટમાં ટાઈમ્ડ આઉટ અંગે શું છે ICC નો નિયમ?
Published On - 10:30 pm, Tue, 9 September 25