AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 37 વર્ષની ઉંમરે આ ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, વર્લ્ડ કપની ફાઇનલમાં મચાવી હતી ધમાલ

પૂનમ રાઉતની કારકિર્દી ભારતીય મહિલા ક્રિકેટના યાદગાર અધ્યાયોમાં સામેલ રહેશે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017 માં તેની શાનદાર બેટિંગ અને મેદાન પર દર્શાવેલી રમત માટે ચાહકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે.

Breaking News : 37 વર્ષની ઉંમરે આ ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, વર્લ્ડ કપની ફાઇનલમાં મચાવી હતી ધમાલ
Punam Raut RetirementImage Credit source: GettyImages
| Updated on: Oct 16, 2026 | 9:26 AM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી બેટર પૂનમ રાઉતે ગુરુવારે (15 ઓક્ટોબર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વર્ષ 2009 માં ભારત માટે ડેબ્યૂ કરનાર પૂનમે એક દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 37 વર્ષની પૂનમે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જૂન 2021 માં ઇંગ્લેન્ડ સામે રમી હતી.

પૂનમ રાઉતને ખાસ ઓળખ 2017 ના મહિલા વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનથી મળી હતી. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાયેલી ફાઇનલમાં તેણે 86 રન બનાવ્યા હતા. જોકે, ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતવાથી માત્ર 9 રન જ દૂર રહી ગઈ હતી. આ જ ટૂર્નામેન્ટમાં પૂનમે આયર્લેન્ડ સામે શાનદાર સદી મારી હતી અને દીપ્તિ શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 320 રનની રેકોર્ડ પાર્ટનરશીપ કરી હતી.

પૂનમ રાઉતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી રહી શાનદાર

પૂનમ રાઉતે ભારતીય મહિલા ટીમ માટે 73 વનડે મેચમાં 34.83 ની સરેરાશથી કુલ 2,299 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે 3 સદી અને 15 અડધી મારી હતી. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 35 મેચ રમીને 27.65 ની સરેરાશથી 719 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેના નામે 4 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂનમે 4 મેચમાં 44.00ની સરેરાશથી 264 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેની એકમાત્ર સદી વર્ષ 2014 માં દક્ષિણ આફ્રિકા સામે આવી હતી.

નિવૃત્તિ સંદેશમાં મુંબઈથી ભારતીય ટીમ સુધીની સફરને યાદ કરી

પોતાના નિવૃત્તિ સંદેશમાં પૂનમ રાઉતે મુંબઈની ગલીઓથી ભારતીય ટીમ સુધીની સફરને યાદ કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ કરવું તેના માટે માત્ર એક સપનું પૂરું થવા જેવું નહોતું, પરંતુ ગર્વ અને સન્માનની વાત પણ હતી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન સાથ અને સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

View this post on Instagram

A post shared by Punam Raut (@punamraut_14)

પૂનમ રાઉતે જણાવ્યું કે ક્રિકેટે તેને કારકિર્દી કરતાં પણ ઘણું વધારે આપ્યું છે. આ રમત દ્વારા તેને ઓળખ, જીવનનો હેતુ અને એક પરિવાર મળ્યો છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધા પછી પણ રમત પ્રત્યેનો તેનો લગાવ ઓછો નહીં થાય. હવે તેની આગામી ઇનિંગ્સ એ રમતને કંઈક પાછું આપવાની રહેશે, જેણે તેને ઓળખ, હેતુ અને પરિવાર આપ્યો છે.

પૂનમ રાઉતની રમતનું ઉદાહરણ આજે પણ કરાય છે યાદ

પૂનમ રાઉતની ઓળખ માત્ર તેના રન સુધી મર્યાદિત રહી નથી. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ભારતની ઐતિહાસિક પિંક-બોલ ટેસ્ટ મેચમાં તે રમતનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 36 રન બનાવનાર પૂનમે બેટની કિનારીને અડીને બોલ ગયો હોવાની જાણ થતાં પોતે જ મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, અમ્પાયરે તેને નોટઆઉટ આપી હતી. અમ્પાયરના નિર્ણય છતાં પોતાની રીતે મેદાન છોડવાના તેના આ નિર્ણયને ક્રિકેટમાં ઈમાનદારીના ઉત્તમ ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચો, Trending Video : ‘રીલના ચક્કરમાં માર ખાઈ જશો!’ વૈભવ સૂર્યવંશીની પાપારાઝીને ચેતવણી, વીડિયો વાયરલ

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
g clip-path="url(#clip0_868_265)">