AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ, આંતરરાજ્ય મિથેનોલ સપ્લાય ચેઈનનો કરાયો પર્દાફાશ

ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ, આંતરરાજ્ય મિથેનોલ સપ્લાય ચેઈનનો કરાયો પર્દાફાશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2026 | 2:12 AM
Share

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા અને 14 લોકોનો ભોગ લેનારા વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMCએ 1 લાખ પાનાની વિગતવાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. 18 ઓગસ્ટેની આ ઘટનામાં પોલીસ કર્મચારી સહિત 42 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 10 વોન્ટેડ જાહેર થયા છે.

ભાવનગરના વરતેજમાં 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 14 લોકોના કરુણ મોત થયા હતા. SMCએ આ કેસમાં 1 લાખ પાનાની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં મની ટ્રેલ, CCTV ફૂટેજ, કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ અને FSLના ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન, SMCએ મિથેનોલ કેમિકલ સપ્લાયની એક મોટી આંતરરાજ્ય ચેઈનનો પર્દાફાશ કર્યો છે, જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હતી. અત્યાર સુધીમાં, આ કેસમાં પોલીસ કર્મચારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 10 આરોપીઓને ફરાર જાહેર કરીને વોન્ટેડ ઘોષિત કરાયા છે. આ કેસમાં ₹22 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. પીડિત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તપાસનો ધમધમાટ હજુ પણ ચાલુ છે.

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

Published on: Nov 07, 2026 02:12 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">