ઇમરજન્સીમાં કામ આવશે આ સ્માર્ટ ટેકનોલોજી! જાણો એક ફોનમાંથી બીજા ફોનમાં ચાર્જિંગ ટ્રાન્સફર કરવાની રીત
જો સફરમાં તમારો સ્માર્ટફોન અચાનક ડિસ્ચાર્જ થઈ જાય અને તમારી પાસે પાવરબેંક ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે ફોન્સમાં પણ રિવર્સ વાયર્ડ ચાર્જિંગ (Reverse Wired Charging) ટેકનોલોજી ઉપલબ્ધ છે. જેના મદદથી તમે અન્ય ફોન અથવા ટાઇપ-સી કેબલ દ્વારા તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો હિસ્સો બની ગયો છે. ઘણીવાર મુસાફરી દરમિયાન અથવા અચાનક એવી સ્થિતિ સર્જાય છે કે ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ટેકનોલોજીએ એક શાનદાર ઉપાય બનાવ્યો છે. જેના દ્વારા તમે એક ફોનની મદદથી બીજા ફોનને સરળતાથી ચાર્જ કરી શકો છો. (Image Source | AI Generated)

એક ફોનથી બીજા ફોનને ચાર્જ કરવાની આ વિશેષ ટેકનોલોજીને રિવર્સ વાયર્ડ ચાર્જિંગ (Reverse Wired Charging) તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા હવે માત્ર પ્રીમિયમ ફોન્સ પૂરતી મર્યાદિત નથી રહી. પરંતુ આજકાલ બજારમાં મળતા સામાન્ય બજેટ સ્માર્ટફોન્સમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. (Image Source | AI Generated)

આ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે કેટલાક સાધનોની જરૂર પડી શકે છે. આના માટે મુખ્યત્વે બંને છેડા પર ટાઈપ-સી (Type-C to Type-C) વાળી કેબલ અથવા સામાન્ય કેબલ સાથે ઓટીજી (OTG) એડપ્ટરની આવશ્યકતા રહે છે. જેથી બંને ઉપકરણોને યોગ્ય રીતે જોડી શકાય. (Image Source | AI Generated)

આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં વધુ બેટરી ધરાવતા ફોનમાં કેબલ જોડો અને તેનો બીજો છેડો ડિસ્ચાર્જ થયેલા (ઓછી બેટરી વાળા) ફોનમાં લગાવો. આવું કરતાની સાથે જ તમારા ફોનની સ્ક્રીન પર એક નોટિફિકેશન પૉપ-અપ થશે. (Image Source | AI Generated)

ત્યારબાદ, સ્ક્રીન પર આવેલા નોટિફિકેશન પર ટેપ કરીને યુએસબી પ્રેફરન્સ (USB Preferences) માં જવાનું રહે છે. ત્યાં ગયા પછી 'Charge Connected Device' અથવા 'Reverse Charging' ના વિકલ્પને પસંદ કરવું. (Image Source | AI Generated)

આ સેટિંગ પૂર્ણ થતાં જ વધુ બેટરીવાળો સ્માર્ટફોન એક પોર્ટેબલ પાવરબેંકની જેમ કામ કરવા લાગે છે અને બીજા ફોનમાં તુરંત જ ચાર્જિંગ શરૂ થઈ જાય છે. ઇમરજન્સીના સમયે આ ટિપ્સ યુઝર્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. (Image Source | AI Generated)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, ફોન ચાર્જ કરવા ચાર્જર ત્રાંસો રાખવો પડે છે ? રિપેરિંગનો ખર્ચ બચાવવા આજે જ અપનાવો આ સરળ ઉપાય!
